શારદા કૌભાંડ સાથે નક્સલ અને ત્રાસવાદના તંતુ પણ જોડાયેલા છે!

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૨/૧૯) આજકાલ મમતા બેનર્જી સેક્યુલર મિડિયા માટે હિરોઇન થઈ ગયાં છે! વર્ષ ૨૦૧૪માં કૉંગ્રેસ તેનાં કૌભાંડોના કારણે લગભગ હારી ચૂકી હતી. સેક્યુલર મિડિયા પણ આ વાત જાણતું હતું. મુખ્ય લડાઈ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની હતી. પરંતુ સેક્યુલર મિડિયાને ખબર હતી કે રાહુલ ગાંધી (તે વખતે)માં દમ નથી. અચાનક અરવિંદ કેજરીવાલને આ … Continue reading શારદા કૌભાંડ સાથે નક્સલ અને ત્રાસવાદના તંતુ પણ જોડાયેલા છે!

રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી: ૧૯૮૪ની ચૂંટણી અને ૨૦૧૪ની ચૂંટણી…

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૫-૮-૧૮) હું છઠ્ઠા ધોરણમાં હતો. એ સમયે સંયુક્ત પરિવાર અને ઘણા ભાડૂઆતોવાળા અમારા બંગલામાં કોઈએ સમાચાર આપ્યા- આપણાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીજીની હત્યા થઈ! બધે જ સ્તબ્ધતા અને આઘાતનું વાતાવરણ છવાઈ ગયું! થોડા સમય પછી ભાવનગરમાં ગધેડિયા ફિલ્ડ (જવાહર મેદાન)માં એક યુવાન નેતાની જાહેર સભા હતી. તેમાં વડીલ સાથે હું … Continue reading રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી: ૧૯૮૪ની ચૂંટણી અને ૨૦૧૪ની ચૂંટણી…

કૉંગ્રેસ અધ્યક્ષ: રાહુલ જ શા માટે? પ્રિયંકા કેમ નહીં?

(અભિયાન, દિ. ૧૬/૧૨/૧૭નો અંક) અંતે રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બની જ ગયા! યે તો હોના હી થા! રાજકીય પંડિતોને આ વાતનું કોઈ આશ્ચર્ય નથી. હા, નવાઈ એ વાતની જરૂર છે કે દેશમાં ૨૭-૨૭ ચૂંટણી જેના નેતૃત્વમાં કૉંગ્રેસ હારી તે રાહુલ ગાંધી પક્ષના અધ્યક્ષ બન્યા! શું કૉંગ્રેસીઓ રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી શકશે કે પછી કૉંગ્રેસમાં વધુ … Continue reading કૉંગ્રેસ અધ્યક્ષ: રાહુલ જ શા માટે? પ્રિયંકા કેમ નહીં?

ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર

(અભિયાન, તા.૦૮/૦૭/૧૭ના અંકની કવરસ્ટોરી) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ભવ્ય જીત મળી ત્યારે તેમને સૌ પ્રથમ શુભેચ્છા પાઠવનારા વિદેશી વડા ઈઝરાયેલના વડા પ્રધાન બેન્ઝામીન નેતાનયાહુ હતા. તો આ અંક તમારા હાથમાં આવશે તેના ચાર દિવસમાં એટલે કે ૪ જુલાઈએ મોદી ઈઝરાયેલમાં હશે અને આ રીતે ઈઝરાયેલની પ્રથમ મુલાકાત લેનારા પણ તેઓ ભારતના પહેલા વડા પ્રધાન … Continue reading ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર

એક હોદ્દો, એક પેન્શન: સાપે છછુંદર ગળ્યો જેવી સ્થિતિ

ચૂંટણી એક મધપૂડો છે જેમાં મધ લેવા જતી વખતે ઘણી વાર મધમાખીઓનો દંશ સહન કરવો પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં અસંખ્ય વચનોની છુટા હાથે લહાણી કરી હતી. હવે તે વચનો સામે આવી રહ્યાં છે અને લોકો પૂછી રહ્યા છે કે તેનો અમલ ક્યારે થશે? આવું જ એક વચન ‘એક હોદ્દો, એક પેન્શન’નું … Continue reading એક હોદ્દો, એક પેન્શન: સાપે છછુંદર ગળ્યો જેવી સ્થિતિ