રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

સબ હેડિંગ: મોટાને જોઈને નાના અનુસરણ કરતા હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સંસ્કૃતિમાં વિકૃતિ આવી ગઈ હતી અને તે હજુ છે જ. મોટાને પગે ન લાગવું, લગ્નવિધિમાં વિધિ કમ, તમાશો વધુ જેવું થઈ ગયું છે. આવા સમયે ચાર ઘટનાઓ એવી છે જે આવનારાં વર્ષોમાં ફરીથી આ વિકૃતિને સુધારવાની ક્ષમતા ધરાવે છે. કઈ છે આ … Continue reading રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ઉદ્યોગપતિ: યદ્યતા ચરતિ શ્રેષ્ઠઃ

Advertisements

મોહમ્મદ અઝીઝ હંમેશાં સંગીતપ્રેમીઓના અઝીઝ રહેશે

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨/૧૨/૧૮) 'હર કરમ અપના કરેંગે'... દરેક ૧૫ અૉગસ્ટ, ૨૬ જાન્યુઆરીએ વાગતું એ ગીત હોય કે પછી 'નટખટ બંસીવાલે ગોકુલ કે રાજા' જેવું જન્માષ્ટમીનું ગીત હોય, 'એક અંધેરા લાખ સિતારે' કે 'દુનિયા મેં કિતના ગ઼મ હૈ', જેવું પ્રેરણાત્મક ગીત હોય કે 'અમીરોં કી શામ ગરીબોં કે નામ' જેવું નટબજાણિયાનું માનીતું ગીત, … Continue reading મોહમ્મદ અઝીઝ હંમેશાં સંગીતપ્રેમીઓના અઝીઝ રહેશે

જયવંતની જે બ્બાત-૩

એક સમયે શાહરુખ ખાનની બહુ દાદાગીરી. ફિલ્મો ઠીકઠીક ચાલે પણ ભાડૂતી પ્રચારભૂંગળાં ફિલ્મને સુપરડુપર હિટ બનાવવામાં કોઈ કસર ન છોડે. એ સમયે શાહરુખ બધે જ છવાવા પ્રયત્ન કરતો અને એમાં ઠીકઠીક સફળ પણ રહ્યો. આ સમય દરમિયાન તેણે અહંકારમાં ઘણા ઝઘડા વહોરી લીધા. અમિતાભથી લઈને સલમાન સુધી. એ સમયે ઝઘડામાં શાહરુખનું ચમચામંડળ (ખાસ તો-કરણ જોહર, … Continue reading જયવંતની જે બ્બાત-૩

અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

(‘સંજોગ ન્યૂઝ’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘વિચારવલોણું’ કૉલમમાં આ લેખ તા. ૦૮-૧૦-૨૦૧૭નાં રોજ છપાયો.) આવતા બુધવારે અમિતાભ બચ્ચનનો જન્મદિન આવે છે. તેઓ ૭૫ વર્ષ પૂરાં કરશે. અમિતાભ પર જો લખવા બેસીએ તો પુસ્તકોનાં પુસ્તકો લખાય જાય એટલું મહાન જીવન તેમનું છે. તેમને લિવિંગ લિજેન્ડ કહેવાય છે તે ખોટું નથી. નિષ્ફળતા અને સફળતા, જીવન અને મૃત્યુ આ … Continue reading અમિતાભ બચ્ચનઃ તૂ ન થકેગા કભી તૂ ન થમેગા કભી

પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી હવે શું?

મહત્ત્વનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ૧૧ માર્ચે આવી ગયા. ટીવી પર ઉપલક વાતો પછી થતાં વિશ્લેષણના બદલે નિરાંતે જો વિશ્લેષણ કરવામાં આવે તો સચોટ રહે. પરંતુ હવે સબ સે તેજની હોડમાં આવું થતું નથી પરિણામે કહેવાતા રાજકીય નિષ્ણાતો ગોથા ખાઈ જાય છે. પરિણામો પહેલાં પણ ગોથા ખાય છે અને પરિણામો પછી બોધપાઠ લેવાના બદલે … Continue reading પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી હવે શું?

સ્માર્ટ ફૉનની જેમ આપણાં સભ્યતાનાં વર્ઝન કેમ અપડેટ નથી થતાં?

(મુંબઈ સમાચારની રવિપૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ કૉલમ’માં તા.૧૬/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) અમિતાભ બચ્ચન. સદીના મહાનાયક. અભિનેતાની સાથે પ્રમાણમાં એક આદર્શ વ્યક્તિત્વ. વિવાદ ઓછો, વાદ વધુ કરે. તેમણે ૧૧ ઑક્ટોબરે ૭૪ વર્ષ પૂરાં કર્યાં. હિન્દી ફિલ્મના આ એક કલાકાર એવા છે જેમના ચીલાએ ચાલી શકાય. તેમણે આ વર્ષે જન્મ દિવસ પર કેક કાપવાની ફાલતુ … Continue reading સ્માર્ટ ફૉનની જેમ આપણાં સભ્યતાનાં વર્ઝન કેમ અપડેટ નથી થતાં?

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો