આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૪/૧૧/૧૮) બે દિવસ પછી દિવાળી છે. આ દિવાળીએ શું ફટાકડા ઓછા ફૂટશે? ફટાકડા ફૂટશે તો સરકારી સમયની અંદર જ ફૂટશે? કેરળમાં સબરીમાલા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની સામે આંદોલન કરી રહેલા ભાજપની સરકાર ગુજરાતમાં ફટાકડા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનો અમલ ચુસ્ત રીતે કરાવશે? પ્રશ્નો અનેક છે. શું માત્ર નવરાત્રિ પર જ લાઉડસ્પીકરનો … Continue reading આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

Advertisements

હવે કંઈ ન કર્યું તો જનતા માફ નહીં કરે મોદીજી!

ભાજપે મહેબૂબા મુફ્તીના પીડીપી પક્ષને ટેકો પાછો ખેંચી લીધો. કારણ આપ્યું કે ત્રાસવાદની ઘટનાઓ, કટ્ટરવાદિતાની ઘટનાઓ વધી ગઈ હતી. કારણ ગળે ઉતરે તેવું નથી. મહેબૂબા મુફ્તીએ રમઝાનમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ કર્યો, પણ સ્વીકાર્યો કોણે? મોદી સરકારે! પથ્થરબાજોને ભટકેલા યુવાનો કોણે કહ્યા? રાજનાથસિંહ, ગૃહ પ્રધાને! તમારે ટેકો પાછો ખેંચવો જ હતો તો ૨૦૧૫માં કાશ્મીરી પંડિતોને વસાવવાની વાત … Continue reading હવે કંઈ ન કર્યું તો જનતા માફ નહીં કરે મોદીજી!

ટ્રમ્પની ટ્રેડ વૉર યુદ્ધની નોબત આણશે?

(વિચાર વલોણું કૉલમ , સંજોગ ન્યૂઝ, તા.૧૧-૩-૧૮) હમણાં ભારતનાં શેરબજારોમાં કડાકો બોલી ગયો. કડાકો બોલે એટલે સમાચાર આવે કે મૂડીરોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું. આ વાતમાં વાસ્તવિકતા કેટલી હશે તે તો રામ જાણે અને બીજા રોકાણકારો જાણે કારણકે બધા જ રોકાણકારો કંઈ એમ કડાકો બોલે એટલે ખોટમાં ચાલ્યા જાય તે માનવામાં આવતું નથી, પરંતુ … Continue reading ટ્રમ્પની ટ્રેડ વૉર યુદ્ધની નોબત આણશે?

કાંચીના આચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન અને સેક્યુલર મિડિયાની બદમાશી

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૦૪-૦૩-૨૦૧૮) કાંચીના આચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી દેવલોક પામ્યા. આ સમાચાર અને અભિનેત્રી શ્રીદેવીના સમાચારની તુલના કરો તો! મધર ટેરેસા ગુજરી ગયા ત્યારનું મિડિયા યાદ કરો અથવા કાલે સવારે ન કરે જિસસ અને કોઈ પૉપ ગુજરી જાય તો મિડિયા કેવું કવરેજ આપે? પરંતુ એક અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ તો … Continue reading કાંચીના આચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન અને સેક્યુલર મિડિયાની બદમાશી

આ દિવાળીથી માત્ર લાભનું જ નહીં, શુભનું પણ વિચારીએ

(આ લેખ સંજોગ ન્યૂઝની સત્સંશોધન કૉલમમાં તા.૧૮/૧૦/૧૭ના રોજ પ્રકાશિત થયો.) આવતીકાલે દિવાળી. ઘર, શેરી અને દુકાનો-સંસ્થાઓ પ્રકાશથી ઝગમગી ઉઠશે. દરેક ઘરની બહાર દીવડાઓ ટમટમતા દેખાશે. તો આંગણામાં કરાયેલી સુંદર મજાની રંગોળી પણ ઘરની સજાવટ કરતી હશે. જો દરેક ઘરની રંગોળીનો અભ્યાસ કરવામાં આવે તો પણ ખ્યાલ આવશે કે રચનાત્મક કુદરતે દરેક ગૃહિણીમાં સર્જનાત્મકતા ઠાંસી-ઠાંસીને ભરેલી છે. એ … Continue reading આ દિવાળીથી માત્ર લાભનું જ નહીં, શુભનું પણ વિચારીએ

હિન્દુઓનો દેશ કયો? એક પણ નહીં!

(સંજોગ ન્યૂઝની વિચાર વલોણું કૉલમમાં તા.૧૫/૧૦/૧૭ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) શું ન્યાયના દેવી આંધળાં છે? શું ટોચના હોદ્દાઓ પર બેઠેલા લોકોએ હિન્દુ વિરોધી હોવું અનિવાર્ય છે? આવા પ્રશ્નો સોશિયલ મિડિયા પર એટલા માટે પૂછાઈ રહ્યા છે કે સર્વોચ્ચ ન્યાયાલયે દિલ્લી અને એનસીઆરમાં દિવાળી પર ફટાકડા ફોડવા પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ દિલ્લીમાં લાગ્યો પણ તેની અસર … Continue reading હિન્દુઓનો દેશ કયો? એક પણ નહીં!

અર્થ ડે-પર્યાવરણ રક્ષતિ રક્ષિત:

(સાધના સાપ્તાહિક, કવર સ્ટોરી, ૨૨/૦૪/૧૭) આજે ૨૨ એપ્રિલે પાશ્ચાત્ય જગતે શરૂ કરેલી પરંપરા મુજબ, અર્થ ડે અથવા પૃથ્વી દિવસ મનાવાય છે. ૧૯૬૯માં યુનેસ્કોમાં જૉન મેકકૉનેલ નામના એક કાર્યકરે પૃથ્વીના માનમાં ૨૧ માર્ચ ૧૯૭૦થી આ દિવસ ઉજવવા પ્રસ્તાવ મૂકેલો કેમ કે ૨૧ માર્ચે વસંત ઋતુની શરૂઆત થતી હતી. (વસંત ઋતુનું મહત્ત્વ ફરી એક વાર સાબિત થયું. … Continue reading અર્થ ડે-પર્યાવરણ રક્ષતિ રક્ષિત: