શું કૉંગ્રેસ ગુજરાતમાં ભાજપને ગામડાં ઉપરાંત શહેરોમાં પણ ટક્કર આપશે?

કૉંગ્રેસ એક તરફ ખેડૂત અને દલિતનાં નામે રાજકારણ ખેલી અને ગામડામાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે તો બીજી તરફ શહેરોમાં પણ તેણે પોતાની નબળી બાજુ ને મજબૂત કરવા માટેના પ્રયાસો આદર્યા છે. કમ સે કમ ગુજરાતમાં તો આવું દેખાય રહ્યું છે. યાદ હોય તો ગત વિધાનસભાની ચૂંટણીમાં શહેરોમાં કૉંગ્રેસને જબરો ફટકો પડયો હતો અને … Continue reading શું કૉંગ્રેસ ગુજરાતમાં ભાજપને ગામડાં ઉપરાંત શહેરોમાં પણ ટક્કર આપશે?

Advertisements

દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

(ભાગ-૨) ગઈ કાલે ૩૧ ડિસેમ્બર ધામધૂમથી ઉજવાઈ! આપણે ગઈ કાલના ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ લેખમાં જોયું કે હિન્દુ તહેવારોમાં બંધન વધુ છે તેવી માન્યતા ખોટી છે. ૨૫ ડિસેમ્બર એ ઈસુનો જન્મદિન છે તેમ છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. સાંતા ક્લૉઝની પરિકલ્પના પણ નરી કલ્પના જ છે … Continue reading દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

સિંધુ જળ સમજૂતી તોડવા લાંબા ગાળાની રણનીતિ જરૂરી

(સાધના સાપ્તાહિક તા. ૧/૧૦/૨૦૧૬માં આ લેખ પ્રકાશિત થયો.) ઉડીમાં ત્રાસવાદીઓએ હુમલો કરતાં ૧૮ જવાનો શહીદ થઈ ગયા. (સાચો શબ્દ ઉડી છે પરંતુ અંગ્રેજીમાં ઘણી વાર ભારતીય ‘ર’ને ‘ડ’ કરી નાખવામાં આવે છે, જેમ કે ‘સાડી’નું ‘સારી’ થઈ ગયું, ચોપડાનું ચોપરા થઈ ગયું, બિડલાનું બિરલા થઈ ગયું અને જેમની આ અટક હોય છે તેઓ પણ ખોટું … Continue reading સિંધુ જળ સમજૂતી તોડવા લાંબા ગાળાની રણનીતિ જરૂરી

તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિની 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૪/૯૧૬ના રોજ પ્રસિદ્ધ થયેલો લેખ.) અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેટલા પૂર્વગ્રહિત છે! તેઓ હરિયાણામાં દિગંબર જૈન મુનિ તરુણ સાગરજીના વિધાનસભાને સંબોધનના અહેવાલમાં મુનિના નામની આગળ ‘ન્યૂડ જૈન મોન્ક’ લખવાનું ભૂલ્યા નહીં. આ જ પત્રકારો હિન્દી ફિલ્મમાં નગ્નતાના નામે અશ્લીલતા પર સેન્સર બૉર્ડની કાતર ચાલે ત્યારે … Continue reading તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?

કોઈ ધર્મના મૂળ અર્થને સમજ્યા વગર જ ફિલ્મ બનાવે તો કેવી ફિલ્મ બને? જવાબ છે: ‘પીકે’ જેવી. ‘પીકે’ વિશે ઘણું બધું લખાયું છે અને લખાશે, પણ આપણે તેના વિશે નહીં, તેમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને શા માટે માત્ર આ ફિલ્મનો જ વિરોધ થયો, ‘ઓહ માય ગોડ’ ફિલ્મ આના પૂર્વાવતાર જેવી હતી તો તેનો વિરોધ કેમ આટલો … Continue reading ‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?