મોદીનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો, ઘરઆંગણે નીચી મુંડી

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩૦/૧૨/૧૮) આભાર ટ્રમ્પનો કે આ વર્ષે જ ચાલુ થયેલું અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ ડહાપણથી શમી ગયું! અમેરિકાને સદ્બુદ્ધિ સૂજી અને તેણે પીછેહટ કરી લીધી. પહેલા જ વાક્યમાં ‘આ વર્ષે’ શબ્દ વાપર્યો હોવાથી સૂજ્ઞ વાચકો સમજી ગયા હશે કે આ લેખમાં વર્ષ ૨૦૧૮ની ઘટનાઓ પર દૃષ્ટિપાત કરીને વર્ષ ૨૦૧૯ અને આવનારાં … Continue reading મોદીનો આંતરરાષ્ટ્રીય સ્તરે દબદબો, ઘરઆંગણે નીચી મુંડી

Advertisements

હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

એક તરફ હિન્દુઓ છે જે અમરનાથ યાત્રામાં હુમલો થાય તો પણ ક્યારેય ફરિયાદ નથી કરતા કે અમને ડર લાગે છે. છેલ્લાં ત્રીસ વર્ષથી કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી ગુજરાતમાં સેંકડો બોમ્બ ધડાકાઓ થાય, અક્ષરધામ, રઘુનાથ મંદિર પર હુમલાઓ થાય, કાશ્મીર, કૈરાનામાંથી ષડયંત્રપૂર્વક હિન્દુઓને કાઢી મૂકવામાં આવે અને બીજી ઘણી બધી જગ્યાએ પણ આ પ્રક્રિયા ચાલુ હોય, … Continue reading હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

સિરિયાની આંતરિક લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણામશે?

(સંકલન શ્રેણી સામયિક માટે લખાયેલો લેખ, લ.તા.૧/૧૨/૧૫) તાજેતરમાં તુર્કીએ રશિયાના વિમાનને તોડી પાડ્યું તો સામે રશિયાએ તુર્કી પર પ્રતિબંધો લાદી દીધા. પ્રશ્ન એ થાય કે તુર્કીએ આવું પગલું અચાનક કેમ ભર્યું? તે પણ રશિયા ‘જેવા ભાંગ્યું તોય ભરૂચ’ જેવા દેશ સામે? બીજો પ્રશ્ન એ થાય કે સિરિયામાં આઈએસઆઈએસની ત્યાંના પ્રમુખ બશર અલ અસાદ સામે લડાઈ … Continue reading સિરિયાની આંતરિક લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણામશે?

ભૂકંપ એ ઈશ્વરે આપેલી સજા છે?

વિજ્ઞાન અને શ્રદ્ધા બંને ઘણી વાર સાથે ચાલે છે, તો ક્યારેક એકબીજાથી વિરુદ્ધ દિશામાં. બંને વચ્ચે ટક્કર પણ ચાલતી રહે છે, ઘણી વાર શ્રદ્ધા જીતે છે તો ક્યારેક વિજ્ઞાન. નેપાળમાં આવેલો ભૂકંપ હોય કે કચ્છમાં આવેલો ભૂકંપ...સાત દિવસ પછી જ્યારે બાળક જીવતું નીકળે કે પાંચ-છ માળેથી પડ્યા પછી પણ જીવ બચે ત્યારે શ્રદ્ધાને માનવાનું મન … Continue reading ભૂકંપ એ ઈશ્વરે આપેલી સજા છે?