આના જાના લગા રહેગા: કોંગ્રેસયુક્ત ભાજપ, ભાજપયુક્ત કૉંગ્રેસ

સબ હેડિંગ: ચૂંટણી પહેલાં પક્ષમાં પોતાને યોગ્ય પદ કે લાભ ન મળતાં કેટલાક લોકો વંડી ટપી બીજા પક્ષમાં જતા હોય છે. પરંતુ ભાજપમાં જે રીતે કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને પક્ષમાં જોડાયાના ૨૪ કલાકમાં જ પ્રધાન બનાવાયા તેનાથી અસંતોષ ફેલાયો છે. આની સામે કૉંગ્રેસની પણ પેરેશ્યૂટ પ્રધાનો અને ઉમેદવારોની યાદી લાંબી છે જે નહેરુજી-ઈન્દિરાજીના સમયથી … Continue reading આના જાના લગા રહેગા: કોંગ્રેસયુક્ત ભાજપ, ભાજપયુક્ત કૉંગ્રેસ

Advertisements

ગુજરાતની ચૂંટણી: કાલે પરિણામો પછી શું?

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૭/૧૨/૧૭) આવતીકાલે ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવશે. જે પણ પક્ષ જીતે તેને અભિનંદન, પરંતુ પ્રજા હારવી ન જોઈએ. હારનાર પક્ષે આત્મચિંતન કરવું પડશે કે જે પરિણામો આવ્યાં તે કેમ આવ્યાં. વિજેતા પક્ષ પર આક્ષેપો કરવાના બદલે નમ્રતાથી હાર સ્વીકારી આગામી પાંચ વર્ષ જનતા માટે સમર્પિત થવાનો સંકલ્પ લેવો પડશે. સરકારને પ્રજાભિમુખ … Continue reading ગુજરાતની ચૂંટણી: કાલે પરિણામો પછી શું?

૧૮મી ડિસેમ્બરે કોણ શું કહેશે?

(નોંધ: આ હાસ્ય લેખ છે તેથી તેને હળવાશથી જ લેવો.) ૧૮મી ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવી જશે. તે દિવસે સંભવિત પરિણામો અને તદનુસાર રાજકીય પક્ષોની સંભવિત પ્રતિક્રિયાઓ કંઈક આવી હોઈ શકે: જો ભાજપ દોઢસો કે તેથી વધુ બેઠકો સાથે જીતી જશે તો ભાજપ: આ જીત આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની જીત છે. આ વિજય … Continue reading ૧૮મી ડિસેમ્બરે કોણ શું કહેશે?

જાસૂસીનાં અત્યાધુનિક સાધનોથી બચવું અઘરું છે!

(સત્સંશોધન કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૧૧/૧૭) તાજેતરમાં હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીઓ બહાર આવી અને હોબાળો મચી ગયો. હાર્દિક પટેલે આ મુદ્દે મહિલા આત્મસન્માન અને પાટીદાર સમાજને બદનામ કરવાની વાહિયાત વાત કરી. પરંતુ હાર્દિકની એક વાત સાચી કે તેની જાસૂસી થઈ રહી છે. તેની સીડીઓ બની રહી છે. અગાઉ તે અમદાવાદની હૉટલમાં રાહુલ ગાંધી (અથવા તેના … Continue reading જાસૂસીનાં અત્યાધુનિક સાધનોથી બચવું અઘરું છે!

કૉંગ્રેસના અચ્છે દિનની આડે જૂથબંધીનું પાંદડું

(સંજોગ ન્યૂઝની સત્સંશોધન કૉલમમાં તા.૧/૧૧/૧૭ના રોજ પ્રકાશિત લેખ.) કૉંગ્રેસના અચ્છે દિન આવી રહ્યા છે? આ સવાલ ઠેરઠેર, ગલીએ-ગલીએ અને પાનના ગલ્લેગલ્લે પૂછાઈ રહ્યો છે. કૉંગ્રેસ ગુજરાતના નવસર્જનના સૂત્ર સાથે આગળ વધી રહી છે પરંતુ લાગે છે કે કૉંગ્રેસનું નવસર્જન થઈ રહ્યું છે. ખાસ કરીને રાહુલ ગાંધીનું નવસર્જન થઈ રહ્યું છે. રાહુલ ગાંધીજી અત્યાર સુધી નોન … Continue reading કૉંગ્રેસના અચ્છે દિનની આડે જૂથબંધીનું પાંદડું

આંદોલનકારીઓને સરદાર-આંબેડકરનાં નામો વટાવવાનો કોઈ અધિકાર નથી

(સંજોગ ન્યૂઝની વિચાર વલોણું કૉલમ તા.૨૯/૧૦/૧૭ માટેનો લેખ.) ગુજરાતમાં ચૂંટણીનાં બરાબર બે વર્ષ પહેલાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું. ૨૫ ઑગસ્ટ ૨૦૧૫ના દિવસે હાર્દિક પટેલની રેલી હતી. ત્યારથી જ આ આંદોલનમાં અહંકારની લડાઈ શરૂ થઈ ગઈ હતી. હાર્દિક પટેલ તેને જે નેતા આગળ લાવ્યા તે એસપીજીના લાલજી પટેલને સ્ટેજ પર સ્થાન આપવા તૈયાર નહોતા અને પોતે … Continue reading આંદોલનકારીઓને સરદાર-આંબેડકરનાં નામો વટાવવાનો કોઈ અધિકાર નથી

ગુજરાતનું રાજકારણ: ‘ભુક્કા કાઢી નાખો’થી ‘સબ કા સાથ સબ કા વિકાસ’ વાયા ‘ખામ’

(મુંબઈ સમાચારને જુલાઈ ૨૦૧૭માં ૧૯૫ વર્ષ પૂરા થયા તે નિમિત્તે વાર્ષિક અંકનો લેખ) ગુજરાત ભલે ત્યારે બૃહદ મુંબઈ રાજ્યનો હિસ્સો હતું પરંતુ સ્વતંત્રતા પછી ૧૯૫૨માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે તેમાં સ્વાભાવિક જ કૉંગ્રેસ બહુમતીથી ચૂંટાઈ આવી હતી. કૉંગ્રેસે ત્યારથી લઈ, ૧૯૬૦માં ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટાં પડ્યાં ત્યારથી નવા ગુજરાત રાજ્યમાં ૧૯૭૫ સુધી અબાધિત રીતે … Continue reading ગુજરાતનું રાજકારણ: ‘ભુક્કા કાઢી નાખો’થી ‘સબ કા સાથ સબ કા વિકાસ’ વાયા ‘ખામ’