વિદેશમાં વાહ વાહ, પણ કાશ્મીર ભડકે બળે છે તેનું શું?

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૮/૨/૧૮) તમે ક્રિકેટર હો અને કોઈ વિશ્વવિક્રમ તોડો તે જ દિવસે તમારા બીમાર પિતાજીનું અવસાન થાય ત્યારે એક તરફ આનંદ-ઉત્સાહની લાગણી અને બીજી તરફ ઘેરા અવસાદની-દુઃખની લાગણી આમ બંને લાગણી ઘેરી વળે. એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની પેલેસ્ટાઇન, યુએઇ અને ઓમાનની સફળ મુલાકાત અને બીજી તરફ ઘર આંગણે … Continue reading વિદેશમાં વાહ વાહ, પણ કાશ્મીર ભડકે બળે છે તેનું શું?

Advertisements

હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

એક તરફ હિન્દુઓ છે જે અમરનાથ યાત્રામાં હુમલો થાય તો પણ ક્યારેય ફરિયાદ નથી કરતા કે અમને ડર લાગે છે. છેલ્લાં ત્રીસ વર્ષથી કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી ગુજરાતમાં સેંકડો બોમ્બ ધડાકાઓ થાય, અક્ષરધામ, રઘુનાથ મંદિર પર હુમલાઓ થાય, કાશ્મીર, કૈરાનામાંથી ષડયંત્રપૂર્વક હિન્દુઓને કાઢી મૂકવામાં આવે અને બીજી ઘણી બધી જગ્યાએ પણ આ પ્રક્રિયા ચાલુ હોય, … Continue reading હામીદ અન્સારી, ડર તો આખા જગતને ઈસ્લામી ત્રાસવાદીઓથી લાગે છે

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

(‘સાધના’ સાપ્તાહિક દિ.૧૫/૭/૧૭માં છપાયેલો લેખ) જાગ્યા ત્યારથી સવાર. આ કહેવત ભારત અને ઈઝરાયેલના સંબંધોને લાગુ પડી શકે. આ સંબંધોમાં પ્રલંબ પાછળ એક માત્ર કારણ મુસ્લિમ મત બૅંક રહી. ઈઝરાયેલ ૧૯૪૮માં સ્વતંત્ર થયું. પરંતુ તેને માન્યતા આપવામાં નહેરુ સરકારે બે વર્ષ લગાડ્યાં! મહાત્મા ગાંધીએ તુર્કીના ખલીફાની ચળવળ- ખિલાફત ચળવળને ટેકો આપીને ભારતના મુસ્લિમોને વિદેશના મુસ્લિમોના પ્રશ્નો … Continue reading ભારત અને ઈઝરાયેલ: મહાસત્તાની નવી ધરી બની રહેશે

ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર

(અભિયાન, તા.૦૮/૦૭/૧૭ના અંકની કવરસ્ટોરી) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ભવ્ય જીત મળી ત્યારે તેમને સૌ પ્રથમ શુભેચ્છા પાઠવનારા વિદેશી વડા ઈઝરાયેલના વડા પ્રધાન બેન્ઝામીન નેતાનયાહુ હતા. તો આ અંક તમારા હાથમાં આવશે તેના ચાર દિવસમાં એટલે કે ૪ જુલાઈએ મોદી ઈઝરાયેલમાં હશે અને આ રીતે ઈઝરાયેલની પ્રથમ મુલાકાત લેનારા પણ તેઓ ભારતના પહેલા વડા પ્રધાન … Continue reading ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર

પઠાણકોટ: મોદીના લવલેટર અને નાગરિકોનો યુદ્ધનો પાનો…

ઈશુના નવા વર્ષની શરૂઆત હતી. બધા ખુશમિજાજમાં હતા. હજુ તો ૭ ડિસેમ્બરે બેંગકોકમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અનુક્રમે અજિત ડોવાલ અને નાસીર ખાન જાંજુઆ વચ્ચે મંત્રણાઓ થઈ હતી. હજુ તો વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ૮ ડિસેમ્બરે ‘હાર્ટ ઑફ એશિયા’ નામની અફઘાનિસ્તાન અને તેના પાડોશી દેશો અંગેની પરિષદમાં ભાગ લેવા પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ ગયાં … Continue reading પઠાણકોટ: મોદીના લવલેટર અને નાગરિકોનો યુદ્ધનો પાનો…

પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૬/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.) (ભાગ-૧૭) મુખ્યમંત્રી જી. એમ. શાહે વિશ્વાસનો મત જીતી લીધા સુધીની વાત પછી આપણે કાશ્મીરની રાજકીય બાબતથી દૂર જઈને પાકિસ્તાને છેડેલા ત્રાસવાદના છદ્મ યુદ્ધની વાત કરી રહ્યા છીએ. અફઘાનિસ્તાનમાં રશિયા સામે અમેરિકાએ મુજાહિદ્દિનોને અને તાલિબાનોને હાથો બનાવીને જે રીતે આ છદ્મ યુદ્ધ અથવા … Continue reading પાકિસ્તાનનું પ્રૉક્સી વોર અને ક્રિકેટ પોલિટિક્સ