રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

(‘અભિયાન’, કવરસ્ટોરી, તા.૨૫/૧૧/૧૭નો અંક) તાજેતરમાં સૉફિયા નામની મહિલા રૉબોટને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું તેના લીધે રૉબૉટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહુ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સાઉદી અરેબિયાને ભલા રૉબોટમાં શું રસ પડ્યો? અને રૉબોટ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું મશીન એમાં કંઈ પુરુષ અને સ્ત્રી જેવું કંઈ હોય? સારું થયું સ્ત્રી સ્વતંત્રતાના ઝંડાધારીઓને આ મુદ્દો હાથમાં … Continue reading રૉબોટ, હ્યુમનોઇડ અને જેમિનૉઇડ : માણસની બ્રહ્મા બનવા તરફની દોટ

Advertisements

આ દિવાળીથી માત્ર લાભનું જ નહીં, શુભનું પણ વિચારીએ

(આ લેખ સંજોગ ન્યૂઝની સત્સંશોધન કૉલમમાં તા.૧૮/૧૦/૧૭ના રોજ પ્રકાશિત થયો.) આવતીકાલે દિવાળી. ઘર, શેરી અને દુકાનો-સંસ્થાઓ પ્રકાશથી ઝગમગી ઉઠશે. દરેક ઘરની બહાર દીવડાઓ ટમટમતા દેખાશે. તો આંગણામાં કરાયેલી સુંદર મજાની રંગોળી પણ ઘરની સજાવટ કરતી હશે. જો દરેક ઘરની રંગોળીનો અભ્યાસ કરવામાં આવે તો પણ ખ્યાલ આવશે કે રચનાત્મક કુદરતે દરેક ગૃહિણીમાં સર્જનાત્મકતા ઠાંસી-ઠાંસીને ભરેલી છે. એ … Continue reading આ દિવાળીથી માત્ર લાભનું જ નહીં, શુભનું પણ વિચારીએ

જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

જાપાન સાથે આપણા સંબંધો સાતત્યસભર રહ્યા છે

આપણા દેશમાં કોઈ પણ સરકાર હોય, એક સારી વાત એ બની કે જાપાન પ્રત્યે આપણી નીતિ સાતત્યભરી રહી છે. બીજા વિશ્વયુદ્ધ અને પોખરણ પરીક્ષણને બાદ કરો (એ તો જાપાન એનાથી પીડિત હતું તેથી આ પ્રતિક્રિયા સ્વાભાવિક છે) તો સંબંધ સુરેખ (લીનિયર) જ રહ્યા છે.    સ્વતંત્રતાકાળમાં સુભાષચંદ્ર બોઝ, રાસબિહારી બોઝને જાપાનનો ટેકો હતો. તેના લીધે … Continue reading જાપાન સાથે આપણા સંબંધો સાતત્યસભર રહ્યા છે

ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો?

(મુંબઈ સમાચારની બુધવારની પૂર્તિની 'ધારો કે' કૉલમમાં તા.૨૦/૭/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) બીજું વિશ્વયુદ્ધ ૧૯૩૯થી ૧૯૪૫ના સમયમાં લડાયું. આ યુદ્ધમાં એક તરફે જર્મની, ઈટાલી અને જાપાન, બલ્ગેરિયા, હંગેરી, રોમાનિયા અને થાઇલેન્ડ હતા તો બીજી તરફ, રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ઑસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા હતા. આ યુદ્ધનું પરિણામ સૌ જાણે છે … Continue reading ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો?

મોદીજી વિદેશ ફરી આવ્યા, ભારત માટે શું-શું લાવ્યા?

એક શહેરમાં એક ઘર. આલિશાન, ભવ્ય, સુંદર. તમામ સુવિધાઓથી યુક્ત. મકાનમાલિક વિદેશ રહે. તેણે પરિચિત મિત્રને મકાન સાચવવાની જવાબદારી સોંપેલી. પરંતુ એ મિત્ર ક્યારેક જ એ મકાને આવતો. આથી મકાન જીર્ણશીર્ણ થઈ ગયું. બંધ મકાનના ભાવ ગગડાવવા, એ મકાન વિશે જાતજાતની અફવાઓ ચાલુ થઈ ગઈ. મકાન વેચવા કાઢ્યું છે. તેમાંથી સાપ નીકળે છે. આ મકાનમાં … Continue reading મોદીજી વિદેશ ફરી આવ્યા, ભારત માટે શું-શું લાવ્યા?

ઉત્પાદન માટે ઓછી રજા સારી કે વધુ રજા?

છેલ્લા કેટલાક દિવસોમાં એક સંદેશો સોશિયલ મિડિયામાં બહુ ફર્યો. બૅંકની હડતાળનો. ૨૧થી ૨૪ તારીખે બૅંકો હડતાળ પર જવાની હતી. (જોકે એ મોકૂફ રહ્યું.) આના લીધે લોકોમાં ચર્ચા પણ સારી ચાલી કે બૅંકોએ સારો મોકો ગોઠવી નાખ્યો. ૨૧થી ૨૪ હડતાળ. ૨૫મીએ રવિવારની રજા. ૨૬મીએ જાહેર રજા. આમ, છ દિવસની સળંગ રજા મળી જાય. છાપામાં આના માટે … Continue reading ઉત્પાદન માટે ઓછી રજા સારી કે વધુ રજા?