આખું વર્ષ એપ્રિલ ફૂલ બનાવતા આ લોકો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, ૧ એપ્રિલ ૨૦૧૮) આજે ૧ એપ્રિલ ફૂલ છે અને આજે કેટલાંક સમાચારપત્રો અને ટેલિવિઝન ચેનલો, કેટલાક મિત્રો, વૉટ્સએપ સંદેશા બનાવનારાઓ તમને એપ્રિલ ફૂલ બનાવવા પ્રયત્ન કરશે. ટીવી ચેનલો અને રેડિયો પર ‘એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા’ ગીત વાગશે. આપણે હોળી પર તો વર્ષોથી ‘બૂરા મત માનો હોલી હૈ’ … Continue reading આખું વર્ષ એપ્રિલ ફૂલ બનાવતા આ લોકો

બહોત કુછ હૈ લેકિન કુછ ભી નહીં હૈ…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૬/૧૧/૧૭)  બહુવિકલ્પો માણસને સગવડ આપે છે કે અગવડ? પ્રશ્ન ન સમજાયો? તો જરા ઉદાહરણ સાથે વાત કરીએ. તમને ભૂખ લાગી છે, અને તમારી પાસે જમવા માટે રોટલી, શાક અને ભાત જ છે. સ્વાભાવિક તમને ધરાઈને આ આરોગશો. પરંતુ જો તમારી પાસે ટમેટાંનું સૂપ, મકાઈનું સૂપ, રોટલી, રોટલો, ભાખરી, થેપલાં, બે શાક, … Continue reading બહોત કુછ હૈ લેકિન કુછ ભી નહીં હૈ…

બિલ ગેટ્સ લક્ષ્મીજીની પૂજા નથી કરતા તોય ધનિક છે?

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૬/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.) ગયા અઠવાડિયે દિવાળીના તહેવારો હતા. હિન્દુ તહેવારો પર હિન્દુ શ્રદ્ધાને ‘ઘા નહીં તો ઘસરકો’ લાગે તેવા સંદેશા ફરતા થઈ જતા હોય છે. (એ ક્યાંથી ઉદ્ભવે છે તે રહસ્ય છે.) આવો એક સંદેશો હતો: બિલ ગેટ્સ અને આઇનસ્ટાઇન ક્યાં લક્ષ્મીજીની કે સરસ્વતી … Continue reading બિલ ગેટ્સ લક્ષ્મીજીની પૂજા નથી કરતા તોય ધનિક છે?

જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશની બે દિવસની યાત્રાને ઐતિહાસિક લેખાવાય છે. ૪૧ વર્ષ જૂના સીમા વિવાદનો આ યાત્રામાં અંત આવ્યો. ખરેખર અંત હશે કે કેમ તે સવાલ છે. આ સવાલ કેમ છે તેની આપણે લેખના અંતે વાત કરીશું. પહેલાં વાત કરીએ મોદી શું શું કરી આવ્યા તેની. મોદી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વચ્ચે … Continue reading જમીન કરારથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન હલ થઈ જશે?