શું મોદી સરકારની યોજનાઓથી મુસ્લિમો વિકાસના પ્રવાહમાં ભળશે?

સબ હેડિંગ: હિન્દુઓના એકતરફી મતદાનથી જીતેલા નરેન્દ્ર મોદીએ ચૂંટણી પછી લઘુમતીનો વિશ્વાસ જીતવા વાત કરી. આનાથી પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું મોદી હવે અટલજી જેવા સેક્યુલર બની ગયા છે? મોદી સરકારે લઘુમતી છાત્ર-છાત્રાઓ માટે શિષ્યવૃત્તિ સહિતનાં કેટલાંક પગલાં જાહેર કર્યાં છે ત્યારે હવે દડો મુસ્લિમોના મેદાનમાં છે. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૬/૧૯) તોતિંગ બેઠકો … Continue reading શું મોદી સરકારની યોજનાઓથી મુસ્લિમો વિકાસના પ્રવાહમાં ભળશે?

Advertisements

કેનેડા અને ઈરાનના વડાઓની ભારતની મુલાકાત: કોથળામાં પાંચ શેરી

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૨૫-૨-૧૮) ભારતની વિદેશનીતિમાં એટલી બધી ઘટનાઓ ઘટી રહી છે જેને સમજવી ચોક્કસ પ્રકારના ચશ્મા પહેરેલા રાજકીય પંડિતો (ખરેખર તો મુલ્લાઓ) માટે મુશ્કેલ છે. ગયા મહિને ઉપરાઉપરી ત્રણ દેશોની મુલાકાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી. તેમાં પેલેસ્ટાઇન-ઈઝરાયેલની વાત ગયા સપ્તાહે ઉલ્લેખી ગયા છીએ તેથી પુનરાવર્તન નથી કરવી. યુએઇ જેવા ચુસ્ત … Continue reading કેનેડા અને ઈરાનના વડાઓની ભારતની મુલાકાત: કોથળામાં પાંચ શેરી

જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના ઑક્ટોબર માસના અંકમાં 'સાંપ્રત' કૉલમમાં આ લેખ છપાયો.) તાજેતરમાં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે આવ્યા. અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે ભૂમિપૂજન થયું અને ભારત-જાપાન વચ્ચે ઘણા ઐતિહાસિક કરારો પણ થયા. આ નિમિત્તે જાપાન દેશ, તેની સંસ્કૃતિ વગેરે ચર્ચામાં આવી. જાપાન આટલો વિકસિત દેશ કેમ છે? તેના વડા પ્રધાન અટપટી … Continue reading જાપાન ત્રાસવાદ, બેરોજગારી અને અસ્વચ્છતાથી મુક્ત કેમ છે?

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિની 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૪/૯૧૬ના રોજ પ્રસિદ્ધ થયેલો લેખ.) અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેટલા પૂર્વગ્રહિત છે! તેઓ હરિયાણામાં દિગંબર જૈન મુનિ તરુણ સાગરજીના વિધાનસભાને સંબોધનના અહેવાલમાં મુનિના નામની આગળ ‘ન્યૂડ જૈન મોન્ક’ લખવાનું ભૂલ્યા નહીં. આ જ પત્રકારો હિન્દી ફિલ્મમાં નગ્નતાના નામે અશ્લીલતા પર સેન્સર બૉર્ડની કાતર ચાલે ત્યારે … Continue reading તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

આજે (૨૧ જૂન,) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ છે. વિશ્વભરમાં ધામધૂમથી મનાવાશે. આનો શ્રેય એક માત્ર નરેન્દ્ર મોદીને જાય છે જેમણે આવતાંવેંત સંયુક્ત રાષ્ટ્રોમાં જઈને રજૂઆત કરી કે વિશ્વ યોગ દિવસ મનાવો. યુએન માની ગયું. અમુક વિવાદોની વચ્ચે આજે આખું વિશ્વ યોગાસનો કરશે. પણ મને એ નથી સમજાતું કે મુસ્લિમોને યોગ કરવા આટલું ભાઈબાપા શા માટે કરાયા? … Continue reading યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

વાહ ભાઈ વાહ! સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ આ જ કહે છે

જાણીતી અભિનેત્રી અને દિગદર્શક શેખર કપૂરની ભૂતપૂર્વ પત્ની સુચિત્રા કૃષ્ણમૂર્તિ  પણ 'બહેરા કાન પર દયા જ ખવાય' પોસ્ટમાં વ્યક્ત મારા વિચારો જેવા જ વિચારો ધરાવે છે તે જાણી-વાંચી આનંદ થયો. લો! તમે પણ વાંચો, સુચિત્રા પણ ઘોંઘાટથી કેવો ત્રાસ અનુભવે છે. http://www.suchitra.com/2009/06/the-5-am-wake-up-call/