૧૯૭૧નું યુદ્ધ, વિપક્ષો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૭/૦૩/૧૯) સબ હેડિંગ: લોકસભાના તમામ પક્ષોના સભ્યોએ ઈન્દિરાજીના નેતૃત્વમાં ભારતના વિજયને મેજોને થપથપાવીને વધાવી લીધો હતો અને હવામાં કાગળો ફેંકી ‘જય બાંગ્લા, જય ઈન્દિરા ગાંધી’નાં સૂત્રો પોકાર્યા હતાં તે વખતે જનસંઘના પ્રમુખ અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું, “પરિસ્થિતિને પહોંચી વળવા જો સરકારને વધુ સત્તાની જરૂર હોય તો આ પક્ષ સંપૂર્ણ સહકાર આપતા … Continue reading ૧૯૭૧નું યુદ્ધ, વિપક્ષો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮) સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી … Continue reading હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

નહેરુ માનતા હતા કે દેશની રક્ષા કરવા સેનાની જરૂર જ નથી, પોલીસ પૂરતી છે!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૩/૫/૧૮) કર્ણાટકની ચૂંટણીની સાથેસાથે એક વિવાદ સર્જાયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના જનરલો સાથે પ્રથમ વડા પ્રધાન નહેરુએ કરેલા વર્તનની વાત ઊછાળી. કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો. કૉંગ્રેસના વિરોધને શેખર ગુપ્તા જેવા પત્રકારે પીઠબળ પૂરું પાડ્યું. નહેરુ-ગાંધી પરિવાર કેન્દ્રિત કૉંગ્રેસ તો લાલબહાદુર શાસ્ત્રીને ભૂલાવી દેવા માગતી હોય તે સ્વાભાવિક છે, પરંતુ … Continue reading નહેરુ માનતા હતા કે દેશની રક્ષા કરવા સેનાની જરૂર જ નથી, પોલીસ પૂરતી છે!

સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ,તા.૨૯/૪/૧૮) અચાનક ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા છે? કે પછી અસહિષ્ણુતા અને એવૉર્ડ વાપસી પછી કૉંગ્રેસ અને ડાબેરીઓનું આ બીજું એક અભિયાન મોદી સરકાર સામે છે? ચાર ન્યાયમૂર્તિઓએ જાહેરમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે બળવો પોકારીને દીવાસળી ચાંપવાનું કામ કર્યું હતું ત્યારે તેમાં સામ્યવાદી ડી. રાજાની બળવાખોર ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સાથેની મુલાકાતના … Continue reading સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

કૉંગ્રેસ અધ્યક્ષ: રાહુલ જ શા માટે? પ્રિયંકા કેમ નહીં?

(અભિયાન, દિ. ૧૬/૧૨/૧૭નો અંક) અંતે રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બની જ ગયા! યે તો હોના હી થા! રાજકીય પંડિતોને આ વાતનું કોઈ આશ્ચર્ય નથી. હા, નવાઈ એ વાતની જરૂર છે કે દેશમાં ૨૭-૨૭ ચૂંટણી જેના નેતૃત્વમાં કૉંગ્રેસ હારી તે રાહુલ ગાંધી પક્ષના અધ્યક્ષ બન્યા! શું કૉંગ્રેસીઓ રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી શકશે કે પછી કૉંગ્રેસમાં વધુ … Continue reading કૉંગ્રેસ અધ્યક્ષ: રાહુલ જ શા માટે? પ્રિયંકા કેમ નહીં?