‘બેબી-2: ઈસ્લામાબાદમાં ભગવો!

આપણને બધાને અત્યારે યુદ્ધની ખંજવાળ ઉપડી છે. અક્ષયકુમાર તેની 'હોલિ ડે' અને 'બેબી'માં હાફિઝ સઈદ જેવા ત્રાસવાદીઓને સાઉદી અરબ જેવા દેશમાં જઈ જીવતા પકડી સહીસલામત ભારત પાછા ફરી જાય છે. સન્ની દેઓલ પાકિસ્તાન જઈ અમીષા પટેલને અને તેના દીકરાને ભારત પાછા લાવી શકે છે. આવું ફિલ્મોમાં જ જોઈને આપણે રાજી થઈએ છીએ. તો વર્તમાન સંજોગો … Continue reading ‘બેબી-2: ઈસ્લામાબાદમાં ભગવો!

જોન નેશ: અટપટા કોયડા ઉકેલનારા ગણિતજ્ઞ

સામાન્ય રીતે આપણા અખબારોમાં વિદેશના સમાચાર માટે ખાસ જગ્યા ફાળવાય છે, પણ તે કેવા? આઈએસઆઈએસે નિર્દોષ નાગરિકોનાં માથાં ધડથી અલગ કર્યાં, મિલી સાયરસે અભદ્ર હરકત કરી, એક યુવતીએ પોતાનું કૌમાર્ય વેચવા કાઢ્યું, એક ધનવાને પોતાના વારસદાર તરીકે પોતાના કૂતરાનું નામ રાખ્યું...વગેરે. વિદેશના મહત્ત્વના સમાચાર આપવામાં આપણા ગુજરાતી કે અન્ય ભાષાનાં અખબારો તેમજ ચેનલો પણ ચૂકી … Continue reading જોન નેશ: અટપટા કોયડા ઉકેલનારા ગણિતજ્ઞ

કૈલાસ સત્યાર્થીએ પરંપરાગત શેતરંજીઉદ્યોગની પથારી કઈ રીતે ફેરવી?

નોબેલના શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી વિશે મેં અગાઉ બે પોસ્ટ લખી : (૧) કૈલાસ સત્યાર્થી માટે હરખાવા જેવું નથી : નોબેલ પાછળના છળકપટ (૨) કૈલાસ સત્યાર્થી વિશે ફોર્બ્સની પત્રકારનો ચોંકાવનારો ભાંડાફોડ અને હવે આ ત્રીજો લેખ છે. કૈલાસ સત્યાર્થી વિશે દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશથી નીકળતા અખબાર 'ચૌથી દુનિયા' અખબારમાં જે લેખ છપાયો છે તે 'ફોર્બ્સ'માં … Continue reading કૈલાસ સત્યાર્થીએ પરંપરાગત શેતરંજીઉદ્યોગની પથારી કઈ રીતે ફેરવી?

કૈલાસ સત્યાર્થી વિશે ફોર્બ્સની પત્રકારનો ચોંકાવનારો ભાંડાફોડ

અગાઉની પોસ્ટમાં મેં લખ્યું હતું કે નોબેલ પુરસ્કાર પાછળના ઈરાદા 'નોબલ' (ઉદ્દાત) નથી હોતા. તેની પાછળ જે-તે દેશને ખરાબ ચિતરવાનો ઈરાદો હોય છે. કૈલાસ સત્યાર્થીને નોબેલ આપવા પાછળનો ઈરાદો એવો હોઈ શકે કે હમણાં હમણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત મહાસત્તા બનવા ભણી હોવાની વાતો ઉત્સાહથી કહેવાય છે અને ખાસ તો મોદીએ અમેરિકાના મેડિસન … Continue reading કૈલાસ સત્યાર્થી વિશે ફોર્બ્સની પત્રકારનો ચોંકાવનારો ભાંડાફોડ

કૈલાસ સત્યાર્થી માટે હરખાવા જેવું નથી : નોબેલ પાછળના છળકપટ

આપણે ભારતીયો, અંગ્રેજોની માનસિક ગુલામીમાં એટલા બંધાઈ ગયા છીએ કે તેમની અંગ્રેજી ભાષા, તેમની સંસ્કૃતિ (અથવા કહો કે વિકૃતિ), તેમના ધોળા રંગ, વગેરે બાબતોથી અંજાઈ જઈએ છીએ. આપણને અમેરિકા જ સારું લાગે છે. કેટલાક ગુજરાતી 'કટારઘસુ' તો પોતાના મોટા ભાગના લેખમાં પોતે અમેરિકા જઈને શું-શું કરી આવ્યા એ લખે અને પોતાને અમેરિકાની સરકાર કે ફલાણી … Continue reading કૈલાસ સત્યાર્થી માટે હરખાવા જેવું નથી : નોબેલ પાછળના છળકપટ