‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

સબ હેડિંગ: ...તો ટીવી ચેનલોએ શ્રી રામને વિલન ચીતરી દીધા હોત. શ્રી રામે શક્તિશાળી લંકા પતિ રાવણની બહેન શૂર્પણખાનાં નાકકાન કાપીને એક દેશ સાથે દુશ્મની વહોરી લીધી છે. આવું કરાય? શ્રી રામને રાજનીતિ-વિદેશનીતિની કોઈ સૂજ નથી. જેએનયુમાં શૂર્પણખાનાં નાકકાન કપાયાં તે દિવસે દર વર્ષે 'તુમ કિતને નાકકાન કાટોગે, હર જેએનયુ સ્ટુડન્ટ અપને નાકકાન કટવાયેગા' અને … Continue reading ‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

દશેરાએ દેશવિરોધી આ દસ દુર્ગુણોનું દહન કરીએ

સબ હેડિંગ: કેટલાક દુર્ગુણો આપણને વ્યક્તિગત નુકસાન કરતા હોય છે જેમ કે અહંકાર, ક્રોધ, ઈર્ષા, કામ, લોભ, મોહ…પરંતુ કેટલાક દુર્ગુણોનું વ્યક્તિગત કે સામૂહિક રીતે પ્રદર્શન/અમલ થાય ત્યારે દેશને નુકસાન થતું હોય છે. દેશવિરોધી આ દસ દુર્ગુણોનું દહન કરવા આ દશેરાએ સંકલ્પબદ્ધ થઈએ. (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૬/૧૦/૧૯) (આ સાથે આ કૉલમને બે વર્ષ પૂરાં … Continue reading દશેરાએ દેશવિરોધી આ દસ દુર્ગુણોનું દહન કરીએ

છબરડાઓ પાછળના સંજોગો ને માનસિકતા

જયવંતની જે બ્બાત ગુજરાતમાં ધો.૧૨ ના અંગ્રેજી માધ્યમના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો વળ્યો છે. સીતાજીનું અપહરણ રાવણે નહીં પરંતુ શ્રી રામે કર્યું હતું તેવો જનમાનસમાં સંદેશો પહોંચ્યો છે, પણ આવી વાત નથી. બન્યું એવું કે સીતાજીના પરિત્યાગ વેળા સીતાજી લક્ષ્મણને પ્રભુ શ્રી રામ માટે સંદેશો આપે છે. કવિ કાલીદાસના રઘુવંશની વાત કરતી વખતે પાઠ્યપુસ્તકમાં લખાયું છે, … Continue reading છબરડાઓ પાછળના સંજોગો ને માનસિકતા

વિજયાદશમીનો વિચાર: અસૂર કોને કહીશું?

(સંજોગ ન્યૂઝ દૈનિકની રવિ પૂર્તિમાં 'વિચાર વલોણું' કૉલમમાં તા.૦૧/૧૦/૨૦૧૭નાં રોજ પ્રકાશિત લેખ) અમરેલી (પ્રાચીન નામ અમરાવલી) જિલ્લાની પવિત્ર ધરતી જેમાંથી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ કલાપી, રમેશ પારેખ, પ્રસિદ્ધ જાદુગર કે. લાલ, સંત મૂળદાસ જેવાં રત્નો પાક્યાં તે ધરતી પરથી 'સંજોગ ન્યૂઝ' નામનું એક નવું વર્તમાનપત્ર વિજયા દશમીના શુભ અવસર પર સત્ય અને … Continue reading વિજયાદશમીનો વિચાર: અસૂર કોને કહીશું?

વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

(મુંબઈ સમાચાર દિવાળી અંક,. વિક્રમ સંવત ૨૦૭૨- ગ્રે.કેલેન્ડર-ઑક્ટોબર ૨૦૧૬) સનાતન ધર્મ મોગલોના અત્યાચારી સમયમાં પણ તૂટ્યો નહીં, પરંતુ વધુ મજબૂત રીતે જળવાઈ રહ્યો હતો. પરંતુ અંગ્રેજોએ મેક્સમૂલર પાસે સનાતન ધર્મ ગ્રંથોનું વિકૃત ટ્રાન્સ્લેશન કરાવ્યું અને શિક્ષણ પદ્ધતિ બદલી નાખી. અને વર્તમાન સમયમાં તો સનાતન કહેતાં, હિન્દુ ધર્મના બે મુખ્ય આધાર સ્ત્રીઓ અને કહેવાતા દલિતોને ધર્મથી … Continue reading વેદકાળથી હિન્દુ ધર્મમાં નારીઓનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે

ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?

(ભાગ-૨૫) (મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૧૧/૧૦/૧૫ના રોજ આ લેખ પ્રગટ થયો.) સામાન્ય રીતે કાશ્મીર કે દેશમાં અન્યત્ર કોમવાદી ધમાલ થાય છે તે શુક્રવારની નમાઝ પઢ્યા પછી થાય છે. આ વર્ષોનો ક્રમ છે. અત્યારે પણ કાશ્મીર ખીણમાં ઈરાક અને સિરિયાને પચાવવા માટે અત્યંત ઘૃણાસ્પદ, નૃશંસ હત્યાચાર અને અન્ય ત્રાસ વર્તાવતા ત્રાસવાદી સંગઠન … Continue reading ક્યાંક કાશ્મીર મોડલ ગુજરાતમાં લાગુ નથી કરાતું ને?