નોકરીમાં હવે ડિગ્રી કરતાં કૌશલ્ય અને પ્રતિભાને વધુ મહત્ત્વ!

(૦૮-૦૬-૧૯ના ‘સાધના’ સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ) જ્યારે આ લેખક પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશ્યો ત્યારે પત્રકારત્વના અભ્યાસની ડિગ્રી માગવામાં આવતી નહોતી. લખતા આવડવું જોઈએ. સમાચારની સૂજ હોવી જોઈએ તેમ મનાતું હતું. તે પછીનાં કેટલાંક વર્ષોમાં જ પરિવર્તન આવ્યું અને હવે કૉર્પોરેટ બની ગયેલા મિડિયા હાઉસમાં પત્રકારત્વમાં ડિગ્રી જરૂરી બની ગઈ છે. આવું જ બીજા અનેક વ્યવસાયોમાં જોવા મળે … Continue reading નોકરીમાં હવે ડિગ્રી કરતાં કૌશલ્ય અને પ્રતિભાને વધુ મહત્ત્વ!

Advertisements

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. 'બોલ રાધા બોલ'ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને. એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની … Continue reading સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૨૩/૮/૧૫ના રોજ આ લેખ છપાયો.) (ભાગ-૧૮) ઝિયાની જયપુરમાં ક્રિકેટ મેચ જોવા આવવાની મુલાકાતથી કાશ્મીરમાં ક્રિકેટ ક્લબ કલ્ચરને જબરદસ્ત પ્રોત્સાહન મળી ગયું. જોકે હિન્દુઓ માટે ક્રિકેટ મેચો હંમેશાં ભયનું કારણ રહેતી. ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચો જ્યારે પણ કાશ્મીરમાં યોજાય ત્યારે હિન્દુઓ ફફડતા કારણકે જો ભારતીય ટીમ જીતે તો મુસ્લિમો … Continue reading પાકિસ્તાનનું ક્રિકેટ પોલિટિક્સ, શારજાહ એટલે ભારત માટે હારજા

ભારતરત્ન આપવામાં પણ રાજકારણ રમાય છે

અંતે ધારણા મુજબ જ અટલબિહારી વાજપેયીને ભારતરત્ન એવોર્ડ અપાયો. આ બાબતમાં મોદી સરકારે જરાય વિલંબ ન દાખવ્યો.  જોકે જેમ મોટા ભાગના નેતાઓએ કહ્યું તેમ, અટલજીને એવોર્ડ મેળવવામાં તો વિલંબ થયો જ છે. ગયા વર્ષે સચીન તેંડુલકરને તેની વિદાય વખતે તાત્કાલિક જ ભારતરત્ન આપી દેવામાં આવ્યો અને એમ કહેવાય છે કે રાહુલ ગાંધી તેની પાછળનું મુખ્ય … Continue reading ભારતરત્ન આપવામાં પણ રાજકારણ રમાય છે

આવજે, દ્રવિડ!

એક સુંદર બેટ્સમેન અને સાથે સૌમ્ય વ્યક્તિ એવા રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાંથી સાચા સમયે વિદાય લીધી છે. એક તરફ, આઈપીએલના શોરબકોર વચ્ચે ટેસ્ટ ક્રિકેટનું હવે ખાસ મહત્ત્વ નથી રહ્યું અને બીજી તરફ, ટેસ્ટ ક્રિકેટ જોવામાં રસ નથી રહ્યો (આમ તો, ક્રિકેટ જોવામાં જ હવે રસ નથી રહ્યો કાં તો સમય નથી) અને બીજી તરફ, ધોની … Continue reading આવજે, દ્રવિડ!

વિશ્વકપ ૨૦૧૧ : એક દાયકામાં આવેલા ક્રિકેટ અને ક્રિકટરોમાં પરિવર્તને વિજય અપાવ્યો?

(અભિયાન, તા. ૧૬/૪/૨૦૧૧ના અંકમાં પ્રસિદ્ધ કવરસ્ટોરી, ઘણા વખતથી મૂકવાની રહી જતી હતી. બ્લોગવાચકોના વાચનાર્થે અહીં મૂકું છું.) (લખ્યા તા. ૫/૪/૨૦૧૧) અત્યાર સુધી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો, શું હવે ભારતના દબદબાની શરૂઆત થશે? ‘અભિયાન’ના ગયા અંકમાં વિશ્વકપ શ્રેણીમાં લખાયેલા લેખના અંતમાં મૂકાયેલું આ પ્રશ્નાર્થ વાક્ય હતું, પણ ૨ એપ્રિલ, ૨૦૧૧ પછી આ વિધાન વાક્ય (એઝર્ટિવ સેન્ટન્સ) … Continue reading વિશ્વકપ ૨૦૧૧ : એક દાયકામાં આવેલા ક્રિકેટ અને ક્રિકટરોમાં પરિવર્તને વિજય અપાવ્યો?