પાકિસ્તાનની નાપાક હરકતોની સામે સૈન્ય કાર્યવાહીને મોળી ન આંકો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૧૧/૨/૧૮) ગત રવિવારે (૪ ફેબ્રુઆરીએ) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનના તોપમારામાં ભારતના ચાર જવાનો શહીદ થયા. સ્વાભાવિક જ આના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા. ફરીથી પડી રહેલી ઠંડીની વચ્ચે લોકોનું લોહી ફરી ઉકળી ઊઠ્યું. ભારતના ગૃહ પ્રધાન રાજનાથસિંહ તો માત્ર વાણી વિલાસ જ કરે છે ને નરેન્દ્ર મોદી તો માત્ર વિરોધ પક્ષમાં હતા … Continue reading પાકિસ્તાનની નાપાક હરકતોની સામે સૈન્ય કાર્યવાહીને મોળી ન આંકો

Advertisements

કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન ઑગસ્ટ ૨૦૧૭, સાંપ્રત કૉલમ) જમ્મુ-કાશ્મીર એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું રાજ્ય હતું. આજે તે શિરોદર્દ બની ગયું છે. ભારતની સ્વતંત્રતા પછી તરત જ શરૂ થયેલી આ સમસ્યાનો ઉકેલ સિત્તેર-સિત્તેર વર્ષ પછી પણ આવતો દેખાતો નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આ સમસ્યા ચીન કે ઈઝરાયેલ જેવા શક્તિશાળી દેશ હોય તો તે … Continue reading કાશ્મીર સમસ્યાનો ઉકેલ ચીન અને ઈઝરાયેલની રીતે

બ્રિટન-અમેરિકાના દાખલા પરથી ભારત-પાકિસ્તાન ન શીખી શકે?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં 'સિક્કાની બીજી બાજુ' કૉલમમાં તા.૨૫/૦૯/૧૬ના રોજ આ લેખ છપાયો.) (ભાગ-૧ વાંચવા અહીં ક્લિક કરો: પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર) (ગતાંકથી ચાલુ) ગયા અંકે આપણે પાકિસ્તાન- રશિયાની નવી ધરીનું વિશ્લેષણ કરેલું તેના બેત્રણ દિવસમાં જ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કાશ્મીરના ઉડીમાં (સાચું નામ ઉડી છે, પણ અંગ્રેજો ‘ડ’નું ‘ર’ કરી … Continue reading બ્રિટન-અમેરિકાના દાખલા પરથી ભારત-પાકિસ્તાન ન શીખી શકે?

કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ

(ભાગ-૮) મોટા ભાગે જનમાનસમાં એવી છાપ છે કે જમ્મુ-કાશ્મીર અને તે રીતે ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિની શરૂઆત ૮૦ના દાયકામાં થઈ. એ વાત ખોટી છે. રઝાકરોની મદદથી બક્ષી ગુલામ મોહમ્મદની સરકારને ઉથલાવી દઈ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા શૈખે કાવતરું ઘડ્યું હતું તેમ તે વખતે સીબીઆઈના ડિરેક્ટર બી. એન. મલિકે ‘માય યર્સ વિથ નહેરુ’ પુસ્તકમાં લખ્યું છે. ૧૯૫૭માં પાકિસ્તાનના … Continue reading કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ૧૯૭૧થી ચાલુ થઈ