gujarat, national, sanjog news, vichar valonun

કૉર્ટોની ફટકાર પછી જ સરકારી તંત્રની આંખ કેમ ઊઘડે છે?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૨૯/૭/૧૮)

શું આ દેશ ઉચ્ચ ન્યાયાલયો અને સર્વોચ્ચ ન્યાયાલયોને સોંપી દેવો જોઈએ? આ આત્યંતિક સવાલ આજકાલ લોકોમાં પૂછાઈ રહ્યો છે તેનું કારણ છે તાજેતરમાં અમદાવાદમાં જોવા મળેલું ચમત્કારિક પરિણામ. હાઇ કૉર્ટે ટ્રાફિકની બાબતે પોલીસને કડક ફટકાર લગાવી. ત્યાર પછી એ. કે. સિંહના નેતૃત્વમાં પોલીસે જે ઝુંબેશ ચલાવી છે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. પહેલી વાર લોકો પોતાના વિડિયો બનાવી પોલીસને ધન્યવાદ કહી રહ્યા છે. રેડિયો અને ટીવી પર લોકો કહી રહ્યા છે કે આ ઝુંબેશના કારણે રૉડ ખુલ્લા દેખાય છે અને તેમને પરિવહનમાં પહેલાં લાગતા સમય કરતાં હવે ઓછો સમય લાગે છે. સામે પક્ષે સરકાર અને પોલીસના પણ વખાણ કરવા પડે કારણકે ભૂતકાળમાં (શાહબાનો કેસ સહિતના કેસોમાં) સરકારો સર્વોચ્ચના ચુકાદાને પણ ઘોળીને પી ગઈ હોવાના દાખલા આપણી સામે છે જ.

બીજી તરફ પાર્કિંગની બાબતે પણ હાઇ કૉર્ટે મ્યુનિસિપાલ કૉર્પોરેશનનો ઊધડો લીધો (હિન્દી ચેનલોના દુષ્પ્રભાવમાં હવે આડે હાથ લીધા એવું લખાય ત્યારે દુઃખ થાય છે કારણકે ગુજરાતીમાં ઘણા શબ્દો છે જ, ખોટી નકલ કરવાની ક્યાં જરૂર છે?) અને મોલ-થિયેટરોમાં પાર્કિંગની ખોટી ફી વસૂલાતી હતી તે બંધ થઈ! હવે બીજાં શહેરોમાં પણ આ સારો ‘ચેપ’ પ્રસરે તો સારું. મહારાષ્ટ્રમાં તો થિયેટરોમાં પોતાનો નાસ્તો લઈ જવાની છૂટ પણ અપાઈ તે પણ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયને જ આભારી છે. હજુ આ અંગે ગુજરાતની સરકાર જાગી નથી. કદાચ ગુજરાત હાઇ કૉર્ટ કે સુપ્રીમ કૉર્ટ ચુકાદો આપશે તે પછી આંખ ખુલે.

હકીકતે આપણે ત્યાં અમેરિકાના આયાતી ઉપભોક્તાવાદ અને મૂડીવાદના પ્રભાવમાં કોઈ પણ બાબતમાં ફી નખાય કે ટેક્સ નખાય ત્યારે કેટલાક લોકો આપણા મનમાં એવું સૂત્ર (તે પણ અમેરિકાથી આયાતી સૂત્ર જ છે) ઠસાવવાનો પ્રયત્ન કરે છે કે There ain’t no such thing as a free lunch. કોઈ ચીજ મફતમાં ન મળે. અહીં આપણે એમ નથી કહેતા કે (૧૯૯૧ પહેલાંની) કૉંગ્રેસની કે અત્યારે કેજરીવાલની વિચારધારા પ્રમાણે બધું મફતમાં આપીને સરકારી તિજોરી ખાલી કરી નાખો. પરંતુ સાથે અમેરિકા હોય કે બીજા દેશો, તેમાં નાગરિકોને જે સુવિધા રૉડથી માંડીને શિક્ષણ સુધીની મળે છે તે પણ જોવું જોઈએ. પશ્ચિમાંધ લોકો આવી વાત ક્યારેય નહીં કરે.

આપણા પર સદીઓ સુધી મોગલો અને અંગ્રેજો ભારતના કેટલાક હિસ્સા પર (આખા ભારત પર ક્યારેય તેમનો કબજો નહોતો) રાજ કરી ગયા અને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ મૂકતા ગયા. તેના કારણે અંગ્રેજી-ઉર્દૂ જેવી ભાષાથી માંડીને સંસ્કૃતિની બાબતે પણ આપણે ત્યાં કેટલાક લોકો હજુ માનસિક રીતે દાસવૃત્તિ જ ધરાવે છે. મિડિયામાં પણ અમેરિકા, બ્રિટન, કેનેડા, સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને (હવે ચીન અનેક રીતે સાંસ્કૃતિક આક્રમણ કરી રહ્યું હોવાથી) ચીન જ છવાયેલા રહે છે. અને એટલે ફિનલેન્ડ જેવા દેશ વિશે ક્યારેય આપણે ત્યાં ચર્ચા જ નથી થતી.

ફિનલેન્ડમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ નિ:શુલ્ક છે, અને માત્ર પોતાના દેશના નાગરિકો માટે જ નહીં, બીજા દેશના નાગરિકો માટે પણ! કારણકે ત્યાં શિક્ષણને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે. આપણે ત્યાં તો કૉંગ્રેસ સરકાર દ્વારા લવાયેલા રાઇટ ટૂ ઍજ્યુકેશનના અમલમાં પણ શાળાઓ દાખડા કરે છે. સરકાર પગલાં ભરવામાં આનાકાની કરે છે. હાર્દિક પટેલ-અલ્પેશ ઠાકોર જેવા લબરમૂછિયા નેતાઓ ઘડીબેઘડી આંદોલન કરી સમેટી લે છે અને ચર્ચામાં આવી જાય છે. કૉંગ્રેસ મૌન તમાશો જોતી રહે છે.

યુરોપમાં ફિનલેન્ડ પહેલો દેશ છે જે બેરોજગારોને પ્રતિ માસ ૫૬૦ યુરો આપે છે! આપણા અંદાજે ૪૫ હજાર રૂપિયા થયા! આવો પગાર તો ઘણા કુશળ રોજગાર ધરાવનારાઓને પણ આપણે ત્યાં નથી મળતો! ફિનલેન્ડમાં બાળક જન્મે તો તેના ખર્ચની ચિંતા માતાપિતાએ કરવી નથી પડતી. સરકાર જ ખર્ચ ઉઠાવે છે. પહેલું બાળક જન્મે અને તે ૧૭ વર્ષનું (એટલે કે પુખ્ત વયનું ન) થાય ત્યાં સુધી ત્યાંની ‘કેલા’ નામની સંસ્થા પહેલા બાળક માટે મહિને ૯૪.૮૮ યુરો (એટલે અંદાજે ૭૬૩૦.૭૭ રૂપિયા) ચુકવે છે. બીજું બાળક જન્મે તો ૧૭ વર્ષ સુધી તેના માટે ૧૦૪.૮૪ યુરો (અંદાજે ૮૪૩૧.૮૦ રૂપિયા) મળે છે. ત્રીજા બાળક માટે ૧૩૩.૭૯ યુરો, ચોથા બાળક માટે ૧૫૩.૨૪ યુરો મળે છે. પાંચમા અને તે પછી જેટલાં બાળક થાય તે દરેક બાળક દીઠ ૧૭૨.૬૯ યુરો મળે છે. (અહીં વસતિ વધારતી રહેતી પ્રજાતિએ ત્યાં સ્થળાંતર થઈ ન જવું જોઈએ?) આનું કારણ એ છે કે બાળકનો જન્મદર ત્યાં ઓછો છે.

આ ભથ્થું વળી ટૅક્સ ફ્રી આવક છે (આપણે ત્યાં તો પગારમાંથી કરકસર કરી કરીને બચાવેલી મૂડીમાંથી કરેલી એફ.ડી. પાકે ત્યારે તેના પર પણ ટૅક્સ ઠોકી દેવાયો છે). માતાને જ બાળક માટે આ ભથ્થું મળે છે પરંતુ જો બાળક ૧૫ વર્ષનું થઈને અલગ રહેવા જાય તો પછી બે વર્ષ સુધી આ ભથ્થું બાળકને મળવા લાગે છે. માતાપિતાની કેટલી આવક છે અને સંપત્તિ કેટલી છે તે આ ભથ્થું આપતી વખતે જોવાતું નથી.

વળી, ફિનલેન્ડમાં બાળક માટે પિતાનું મહત્ત્વ પણ સમજાયું છે. આથી ત્યાં પિતા બનનાર પુરુષને નવ સપ્તાહની પૈતૃક રજા અપાય છે જેના માટે તેમને પગારના સિત્તેર ટકા રકમ મળે છે. પિતા તેમનાં બાળકો સાથે સમય પસાર કરે તે માટે ‘ઈટ્સ એ ડેડી ટાઇમ!’ નામની રીતસર ઝુંબેશ ચાલે છે.

ફિનલેન્ડમાં નોકરીના પણ ફાયદા છે. વર્ષે ૧૨ જાહેર રજા, નોકરીના પહેલા વર્ષે દર મહિને બે રજા, પહેલા વર્ષ પછી દર મહિને ૨.૫ રજા, કુલ ૩૦ દિવસની આખા વર્ષમાં રજા મળે. ચાર અઠવાડિયાનું ઉનાળુ વેકેશન અને એક સપ્તાહનું શિયાળુ વેકેશન મળે. દર વર્ષે ૪૦૦ યુરો (૩૨૧૫૭.૪૮ રૂપિયા)નું રમતગમત ભથ્થું મળે. કંપનીની કાર ગ્રેડ ૧૫માં આવતા કર્મચારીને મળે. કારમાં ઈંધણ પૂરાવવા ફ્યુઅલ કાર્ડ મળે. લંચ વાઉચર પણ મળે.

ફિનલેન્ડ સૌથી સ્થિર, સલામત અને શ્રેષ્ઠ સુશાસન ધરાવતો, ઓછામાં ઓછો ભ્રષ્ટ અને સામાજિક રીતે પ્રગતિશીલ દેશ ગણાય છે. એટલે એમાં કોઈ આશ્ચર્ય નથી કે ગયા માર્ચમાં સંયુક્ત રાષ્ટ્રોના રિપોર્ટમાં તેને સૌથી સુખી દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ફિનલેન્ડનો જીડીપી યુએસ કરતાં અને તેના પડોશી નૉર્ડિક દેશો (ડેન્માર્ક, સ્વીડન, આઈસલેન્ડ, નૉર્વે)ના જીડીપી કરતાં નીચો છે. અમેરિકાનું સ્થાન સુખી દેશોની યાદીમાં ઉત્તરોત્તર ગબડતું જાય છે તે બતાવે છે કે જીડીપીથી સુખ મળતું હોવાની ખાતરી નથી. અને (પહેલાં માનસિક રીતે બ્રિટિશ અને) હવે માનસિક રીતે અમેરિકી થઈ ગયેલા આપણે જીડીપીની આંધળી દોટમાં પડ્યા છીએ. એક ક્વાર્ટર માટે જીડીપી નીચો જાય એટલે અર્થશાસ્ત્રીઓ ચર્ચા કરવા લાગે છે, વિપક્ષો બૂમરાણ મચાવવા લાગે છે.

ફિનલેન્ડની વાત એટલા માટે માંડી કે કેટલાક બુદ્ધુજીવીઓ આપણને માનસિક રીતે અમેરિકન ગુલામ બનાવવા મચી પડેલા છે. અમેરિકામાં આમ ને અમેરિકામાં તેમ. અરે કુપમંડુકો! અમેરિકા સિવાયની દુનિયા પણ છે. જરા અમેરિકાના કુવામાંથી બહાર નીકળો!

એટલે નાગરિકોને જે પાયાની સુવિધા મળવી જોઈએ તેનો હજુ આપણા વિશ્વમાં સૌથી મોટા છઠ્ઠા નંબરના થઈ ગયેલા અર્થતંત્રમાં નથી મળતી. હાઇ કૉર્ટ અને સુપ્રીમ કૉર્ટના જજોનો એ બદલ ધન્યવાદ કરવો જોઈએ. પરંતુ પ્રશ્ન એ છે કે તો પછી સરકારની ભૂમિકા શું? સરકાર કેમ પહેલ નથી કરતી? પોલીસ કેમ પોતાની ફરજ બરાબર ન નિભાવે? આ જુલાઈ મહિના પહેલાં સરકારના મંત્રીઓ કે પોલીસ અધિકારીઓ ક્યાંક જતા હશે તો શું તેમને રૉડ પર ટ્રાફિકની સમસ્યા નહીં નડતી હોય? તેમને પાર્કિંગની તકલીફ નહીં પડતી હોય? શું થિયેટરમાં ફિલ્મ જોવા જતી વખતે સરકાર કે તંત્રને ત્યાંથી ફરજિયાત મોંઘો નાસ્તો ખરીદવો પડે તે નહીં નડતું હોય? પરંતુ મોટા ભાગના લોકો જ્યારે કોઈ પદ પર કે નોકરીમાં લાગે છે ત્યારે ‘હોતા હૈ, ચલતા હૈ, દુનિયા હૈ’ જેવા મંત્રમાં જ માને છે. બહુ ઓછા એ. કે. સિંહ કે અનુપમસિંહ ગેહલોત જેવા હોય છે જે પોતાના હોદ્દા થકી નહીં, પોતાના કામ થકી લોકચાહના મેળવી જાય છે.

હાઇ કૉર્ટમાં કે સુપ્રીમ કૉર્ટમાં કેટલાક મુદ્દે તો સરકાર કોઈ ચોક્કસ વલણ જ નથી લેતી. જેમ કે સજાતીય સંબંધોની બાબતમાં મોદી સરકારે સુપ્રીમ કૉર્ટ પર છોડી દીધું! આર.એસ.એસ.થી માંડીને રામદેવ બાબા સજાતીય સંબંધોના આ પ્રકૃતિ વિરોધી ‘ચેપ’ની વિરુદ્ધ છે પરંતુ સરકારે કોઈ વલણ ન લીધું. અગાઉ કૉંગ્રેસની યુપીએ સરકાર કાળાં નાણાં બાબતે ‘સિટ’ બનાવવા સુપ્રીમના આદેશ છતાં ઠાગાઠૈયા કરતી હતી. ઈન્દિરા ગાંધીની ગરબડ કરીને જીતાયેલી ચૂંટણી, ભ્રષ્ટાચારના કેસોમાં દોષિત સાંસદોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ, ૩૫૬ કલમનો દુરુપયોગ કરીને કૉંગ્રેસ દ્વારા વિપક્ષોની સરકારને બરતરફ કરવી, અફઝલ ગુરુ જેવા ત્રાસવાદીઓને ફાંસી, સંજય દત્ત જેવા ત્રાસવાદમાં સહાયકને જેલ, રામમંદિર, વીઆઈપી કલ્ચર, નરેન્દ્ર મોદીને ૨૦૦૨નાં રમખાણોના કેસમાં રાહતથી માંડીને ટ્રિપલ તલાક જેવા અનેક મુદ્દા છે જે સુપ્રીમ કે હાઇ કૉર્ટના કારણે ઉકેલાયા છે કે ઉકેલાશે. પરંતુ ફરીને પ્રશ્ન એ જ થાય કે તો પછી સરકારે શું કરવાનું? માત્ર ટૅક્સ જ વસૂલવાનો? (આ આત્યંતિક વાત છે તે મને ખબર છે પરંતુ ટ્રાફિકથી માંડીને ઘણા પ્રશ્ને સરકાર હાઇ કૉર્ટ-સુપ્રીમની ફટકાર પછી જાગે છે તેથી આમ લખવાની ફરજ પડે છે.)

Advertisements
economy

કાળાં નાણાં પર નોટિકલ સ્ટ્રાઇક: ટૂંકા ગાળાની તકલીફ, લાંબા ગાળાના ફાયદા

આઠ નવેમ્બર ૨૦૧૬નો દિવસ ભારતના આર્થિક અને રાજકીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે. દિવાળીના તહેવારો ભારતની જનતાએ ધામધૂમથી ઉજવ્યા હતા. કારતક સુદ આઠમ હતી. બધા હજુ કામધંધે ચડી રહ્યા હતા. એકબીજાના ઘરે નૂતન વર્ષાભિનંદન પાઠવવા આવવા-જવાનું ચાલુ હતું. લોકોમાં ચર્ચા હતી તો પણ એ વાતની કે અમેરિકામાં ચૂંટણી થઈ રહી છે તો કોણ જીતશે? ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક, તેમનું સૂત્ર ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ અપનાવનાર અને આતંકવાદ સામે લડવાની વાત કરનાર ડૉનાલ્ડ ટ્રમ્પ કે પછી આતંકવાદ સામે નરમ વલણ અપનાવનાર હિલેરી ક્લિન્ટન?

પાકિસ્તાન ભારત સરહદે શસ્ત્રવિરામનું છાશવારે ઉલ્લંઘન કરી રહ્યું હતું. આઠ નવેમ્બરે સાંજે વડા પ્રધાનની અધ્યક્ષતામાં મોદી મંત્રીમંડળની બેઠક મળી રહી હતી. મંત્રીઓને ફોન લાવવાની મનાઈ કરવામાં આવી હતી. બેઠકમાં પ્રધાનોને જગ્યા નહીં છોડવાનો આદેશ આપી વડા પ્રધાન સીધા રાષ્ટ્રપતિને ત્યાં ચાલ્યા ગયા. થોડા સમયમાં બધાના વૉટ્સએપ પર સંદેશો આવ્યો: “ટીવી ચાલુ કરો. આઠ વાગે વડા પ્રધાન દેશને સંબોધન કરવાના છે.” બધા ચોંકી ઉઠ્યા. શું ઉડી હુમલાના જવાબમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ત્રાસવાદીઓના શિબિરો પર ભારતીય સેનાના હુમલા પછી પણ પાકિસ્તાન સખણું ન રહેતાં હવે ભારત પાકિસ્તાન પર હુમલો કરશે? કેમ કે આઠ નવેમ્બરે અમેરિકામાં ચૂંટણી હોવાથી સમગ્ર દુનિયાનું ધ્યાન અમેરિકા તરફ હોય તે સ્વાભાવિક છે. આથી ઓચિંતો હુમલો કરી દે તો બધાનું ધ્યાન ભારત તરફ ઓછું રહે. હુમલો અટકાવવાની શક્યતા ધરાવનાર અમેરિકા પોતે પણ તેના પ્રમુખની ચૂંટણીમાં વ્યસ્ત હોય એટલે ચંચૂપાત કરવાની કોઈ તક ન રહે. આતુરતાથી બધાએ ટીવી ચાલુ કર્યું. વડા પ્રધાન ટીવીના પડદે હાજર હતા. શરૂઆત તેમણે ગરીબોના બૅંકમાં શૂન્ય સિલક સાથે જનધન યોજના શરૂ કરી તેની વાતથી કરી. લોકોને સમજાતું નહોતું કે વડા પ્રધાન ચૂંટણી સભાને સંબોધી રહ્યા છે કે શું? ત્યાં અચાનક તેમણે કહ્યું કે “હું હવે કડક નિર્ણયની વાત કરવા જઈ રહ્યો છું.” ….અને આ નિર્ણય હતો ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો બંધ કરવાનો અને તે પણ આઠ નવેમ્બરની મધરાતથી!

લોકોમાં સનસનાટી પ્રસરી ગઈ. ઠંડી હજુ એટલી ચાલુ નહોતી થઈ પરંતુ બધાના રૂંવાડા ઊભા થઈ ગયા! વૉટ્સ એપ પર વડા પ્રધાનના કડક નિર્ણયની પ્રશંસાના મેસેજ ચાલુ થઈ ગયા. જો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ભારતીય સેનાએ ઉડી હુમલાના જવાબમાં કરેલી કાર્યવાહી સર્જિકલ સ્ટ્રાઇક હતી તો આઠ નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે વડા પ્રધાને કરેલી જાહેરાત એ નોટ-ઇકલ (Note-ical) સ્ટ્રાઇક હતી! કાળાં નાણાં, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર અને ડ્રગ્સ એમ ચાર મોરચા પર આ સીધો પ્રહાર હતો અને વડા પ્રધાને તેમના મંત્રીમંડળના સાથીઓને પણ ગંધ આવ્યા દીધા સિવાય આ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જે પોતે પણ પહેલાં નાણા પ્રધાન રહી ચૂક્યા છે તેમણે આ નિર્ણયની ભરપૂર પ્રશંસા કરી.

વડા પ્રધાનની જાહેરાત અનુસાર, આઠ નવેમ્બરની મધરાતથી ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો હવે માન્ય નહોતી રહેતી પરંતુ એકાએક નોટ બંધ કરી દેવામાં આવે તો મુશ્કેલી પડે તે  વિચારીને પેટ્રોલ પંપ, સરકારી હૉસ્પિટલો, વિમાન મુસાફરી અને રેલવે બુકિંગમાં, એરપોર્ટ અને રેલવે કાઉન્ટર પર, સરકારી બસ ડેપોના કાઉન્ટર પર, દૂધની દુકાનો અને કેન્દ્ર દ્વારા માન્ય કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટિવ સ્ટોર, સ્મશાન અને કબ્રસ્તાનમાં ૭૨ કલાક સુધી આ નોટો માન્ય હતી.

જેમની પાસે ઘરમાં રોકડ રૂપે ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો પડેલી હોય તેનું શું? જેમને મહેનતની કમાણીના પૈસા હતા તેમણે ગભરાવાની જરૂર નથી. તેઓ ૧૦મી નવેમ્બરથી ૩૦મી ડિસેમ્બર સુધી બેંકો-પોસ્ટ ઓફિસમાં રૃ. ૫૦૦-૧૦૦૦ની ગમે તેટલી નોટો જમા કરાવી શકાશે.

વડા પ્રધાને જાહેરાત કરી તે મુજબ, નવમી અને ૧૦મી નવેમ્બરે એટીએમ બંધ રહેવાના હતા.. એ પછી એક વખતમાં ફક્ત રૂ. બે હજાર ઉપાડી શકાશે. એટીએમમાંથી ઉપાડવાની રોજિંદી લિમિટ રૂ. દસ હજાર અને સપ્તાહની મર્યાદા રૂ. વીસ હજાર રહેવાની જાહેરાત થઈ. ઉપરાંત ૧૦મી નવેમ્બરથી ૨૪મી નવેમ્બર દરમિયાન ઓળખપત્ર બતાવીને રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો આપીને રૂ. ચાર હજાર મેળવી શકાશે. ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને ક્રેડિટ કાર્ડથી થતાં નાણાકીય વ્યવહારો પર કોઈ અસર થઈ નહીં.

આ નિર્ણય એકાએક કેમ કરવામાં આવ્યો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાંક મહત્ત્વનાં કારણો આપ્યાં હતાં. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશભરમાં ભ્રષ્ટાચારના રોગ જોરદાર વકર્યો છે અને કાળાં નાણાંના મૂળિયાં પણ ઊંડે સુધી પહોંચી ગયાં છે. ભ્રષ્ટાચાર, કાળું નાણું અને આતંકવાદીઓ દ્વારા ઘૂસાડાતી નકલી નોટો સામે લડવા આ નિર્ણય લેવો જરૂરી હતો. આખો દેશ આ દુષણના કારણે ખોખલો થઈ રહ્યો હતો.

આ દરમિયાન મોદીએ દેશવાસીઓને પણ અપીલ કરતા કહ્યું હતું કે, આ નિર્ણયથી ચોક્કસ તકલીફ પડશે, પરંતુ મહેરબાની કરીને એના પર ધ્યાન ન આપતા. દેશના ઈતિહાસમાં ક્યારેક એવી ક્ષણો આવતી હોય છે, જ્યારે રાષ્ટ્રનિર્માણમાં લોકોએ પણ ભાગીદારી કરવી પડે છે. આવી તક બહુ ઓછીવાર મળતી હોય છે. મોદીએ કહ્યું હતું કે, અમે કાળુ નાણું કાબૂમાં લેવા અઢી વર્ષમાં ઘણાં બધા નિર્ણયો લીધા છે. ભ્રષ્ટાચારી દેશોની યાદીમાં ભારતનું સ્થાન ૧૦૦મું હતું પણ અત્યારે માંડ ૭૬એ પહોંચ્યું છે. આ બધા આંકડા દર્શાવે છે કે, દેશમાં ભ્રષ્ટાચારનું જાળું કેટલું ફેલાયું છે. દેશમાં અનેક લોકો પોતાની સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે.

આઠ નવેમ્બરની મધરાતથી બંધ થઈ તે રૂપિયા ૫૦૦ની નોટ ઑક્ટોબર ૧૯૮૭માં રિઝર્વ બૅન્કે ચલણમાં મુકી હતી. ૩૦ વર્ષે એ નોટનું આયુષ્ય હવે પૂરું થયું છે. એ વખતે ફૂગાવાને ધ્યાનમાં રાખીને આ નોટ ચલણમાં ઉતારાઈ હતી. જ્યારે ૧૦૦૦ની નોટ સૌથી પહેલી વખત ૧૯૫૪માં અસ્તિત્વમાં આવી હતી. પરંતુ ૧૯૭૮માં સરકારે અત્યારની જેમ જ એ નોટને ચલણમાંથી હટાવી લીધી હતી. એ પછી ફરીથી ૧૦૦૦ રૂપિયાની નોટ ૨૦૦૦ની સાલમાં ચલણમાં મુકાઈ હતી.

વર્તમાન ૫૦૦ અને હજાર બન્ને ચલણી નોટોમાં એક તરફ તો ચલણમાં કાયમી સ્થાન ધરાવતા ગાંધીજી છે. ૫૦૦ની નોટમાં બીજી તરફ દાંડીકૂચના સ્મારકનું ચિત્ર છે. ૧૦૦૦ રૂપિયાની નોટમાં બીજી તરફ ભારતના કૃષિ અને ઉદ્યોગને મહત્ત્વ આપવામાં આવ્યુ છે. હવે એ બધી જ નોટો રાતોરાત નકામી બની ચૂકી છે.અગાઉ ભારતમાં દસ હજાર સુધીની નોટો ચલણમાં હતી. પરંતુ સરકારે કાળાં નાણાંને નાથવા માટે ૧૦૦૦, ૫૦૦૦ અને ૧૦,૦૦૦ની નોટો ૧૯૭૮માં રદ કરી હતી. ત્યારથી ૧૦૦૦ની નોટ ભારતની સૌથી મોટી ચલણી નોટ બની રહી હતી. આઠ નવેમ્બરના નોટબંધીના નિર્ણય બાદ રૂ. ૨૦૦૦ની નવી નોટો આવી છે, જે ભારતનું સૌથી મોટું ચલણ બનશે.

નોટો રદ કરવાના નિર્ણયમાં ગુજરાતીઓનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. આઝાદી પછી પહેલી વખત ચલણનું અવમૂલ્યન કર્યું ત્યારે ગુજરાતી મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા. તેમણે કાળાં નાણાં કાબુમાં લેવા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સરકાર ભાજપ (ત્યારે જનસંઘ)ની ભાગીદારીવાળા જનતા પક્ષની હતી. એ વખતે છ વર્ષથી સસંદમાં મોટી ચલણી નોટો નાબુદ કરવાની માગ થઈ રહી હતી. એ માટે સરકારે સીધા કરવેરા તપાસ સમિતિ (વાંચ્છુ સમિતિ) પણ રચી હતી. આ સમિતિએ ૧૯૭૦-૭૧માં સરકારને ગુપ્ત અહેવાલ આપી નોટો રદ કરવાની ભલામણ કરી હતી.

મોરારજી સરકારમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં અને તેનો અમલ કરવામાં નાણા મંત્રી એચ.એમ.પટેલનો મોટો ફાળો હતો. આ વખતે નોટો નાબુદીનો નિર્ણય વડા પ્રધાને જાહેર કર્યો છે, જ્યારે એ વખતે નાણા પ્રધાન પટેલે જ જાહેરાત કરી હતી. આ વખતે નિર્ણયમાં જે રીતે ગુજરાતી વડા પ્રધાન છે, તેમ બીજા ગુજરાતી પટેલનો પણ મહત્ત્વનો રોલ છે. એ પટેલ એટલે રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ. વડા પ્રધાને પોતાનુ સંબોધન પૂર્ણ કર્યા પછી તુરંત આરબીઆઈ ગવર્નર પટેલે આ નિર્ણય અંગેની વિગતવાર માહિતી આપી હતી. કોઈને એમ થાય કે વડા પ્રધાન મોદીએ એકાએક આઠ નવેમ્બરે આ જાહેરાત કરી નાખી, પરંતુ ચૂંટણીમાં કાળાં નાણાંને બંધ કરવાનું વચન આપીને સત્તામાં આવેલા વડા પ્રધાનના એકએક નિર્ણય પર બાજ નજર રાખી હોય તેમના માટે આ નિર્ણય એકાએક નહોતો…!

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા તે ૨૬ મે ૨૦૧૪. કાળાં નાણાં, પાકિસ્તાન અને ત્રાસવાદ બંને ચીરકાલીન પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પહેલા જ દિવસથી, હકીકતે, તે અગાઉથી જ મોદી તત્પર હતા. એટલે જ તો શપથ સમારંભમાં સાર્ક દેશોના બધા વડા- જેમાં પાકિસ્તાન પણ આવી જાય- તેમને આમંત્રણ પાઠવી દીધાં. ૨૬મેએ બધા હાજર પણ રહ્યા. ૨૭મી મેએ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સાથે મંત્રણા પણ કરી. પાકિસ્તાનમાં રહેલા ત્રાસવાદીઓ, ખાસ તો ૨૬ નવેમ્બર ૨૦૧૧ના મુંબઈ હુમલાના જવાબદાર ત્રાસવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા શરીફને જણાવી દીધું. ૨૭મીએ જ મંત્રીમંડળની પહેલી જ બેઠક હતી અને તેમાં તેમણે કાળાં નાણાં અંગે સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ એમ. બી. શાહની અધ્યક્ષતામાં વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી)ની રચના કરવાનો નિર્ણય લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલયે આ ટુકડી રચવા બે વર્ષ પહેલાં આદેશ આપી દીધો હતો પણ મોદીની પુરોગામી મનમોહન સરકારે બે વર્ષ નિર્ણયને ટાળ્યા રાખ્યો હતો.

મનમોહન સરકાર વખતે પણ મોટી નોટો પાછી ખેંચવાની વિચારણા થઈ હતી પરંતુ તે વખતે ભાજપે વિરોધ કર્યો હતો કારણ કે જો નોટો એકાએક પાછી ખેંચાય તો લોકોને તકલીફ પડે તે સ્વાભાવિક છે. પરંતુ નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો પાછી ખેંચતા પહેલાં લોકોને ગંધ પણ ન આવે તેમ જનધન યોજના શરૂ કરાવી. આ યોજના હેઠળ ગરીબ શૂન્ય સિલક સાથે ખાતું ખોલાવી શકતો હતો. બૅન્કોના કર્મચારીઓ લાગી ગયા. ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં બૅન્ક કર્મચારીઓએ રેકોર્ડ પણ નોંધાવી દીધો! પાંચ જ મહિનામાં ૧૧.૫૦ કરોડ ખાતાં ખુલ્યાં. આનો પ્રત્યક્ષ લાભ એ થયો કે ગેસ સબસિડી સીધી લોકોના બૅન્ક ખાતામાં જમા થવા લાગી. પરિણામે વચેટિયા અને ભ્રષ્ટાચાર નાબૂદ થયો. પરંતુ અપ્રત્યક્ષ લાભ આઠ નવેમ્બરના નોટ બંધીના નિર્ણય બાદ મળવાનો હતો. ગરીબો નોટ બદલવા કે જમા કરાવવા ખાતું ન હોય તો ક્યાં જાય?

કાળુ નાણું એટલે હિસાબ વગરની સંપત્તિ. કાળુ નાણું એટલે કર ભર્યા વગરના નાણાં કે સંપત્તિ. કાળુ નાણું દેશમાં પણ હોય અને વિદેશમાં પણ હોય. એટલે વિદેશમાંથી કાળુ નાણું પાછું લાવવાની સાથે દેશમાંથી પણ કાળુ નાણું કઢાવવાની કવાયત કરવી પડે. આજથી બે વર્ષ પહેલાં એટલે કે નવેમ્બર ૨૦૧૪માં જી-૨૦ દેશોની શિખર પરિષદ હતી. આ સમૂહમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસએ અને યુરોપીય સંઘનો સમાવેશ થાય છે. કોઈ પણ જાતનો રાષ્ટ્રીય પ્રશાસનનો અનુભવ ન ધરાવતા મોદી પહેલી વાર જી-૨૦ શિખર મંત્રણામાં ભાગ લઈ રહ્યા હતા. અને તેમણે પોતાની પહેલી જ શિખર મંત્રણામાં કાળાં નાણાં અને કરચોરીનો મુદ્દો ઉઠાવી જી-૨૦ દેશોને આ મુદ્દે કડક અને નક્કર કાર્યવાહી કરવા સૂચન કર્યું.

કરચોરી માટે વિદેશી સ્વર્ગ જેવા દેશો સ્વિત્ઝર્લેન્ડ, મોરેશિયસ સાથે કર સંધિ (ટૅક્સ ટ્રીટી)માં જરૂરી ફેરબદલ કર્યા. વર્ષ ૨૦૧૫માં એક યોજના લાવવામાં આવી જે હેઠળ વિદેશમાં કાળુ નાણું ધરાવનારા ભારતીયો બ્લેક મની (અનડિસ્ક્લૉઝ્ડ ફૉરેઇન ઇનકમ એન્ડ એસેટ્સ) એન્ડ ઇમ્પોઝિશન ઑફ ટૅક્સ ઍક્ટ, ૨૦૧૫ હેઠળ પોતાનું વિદેશનું કાળુ નાણું જાહેર કરી શકતા હતા. આ યોજના ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ પૂરી થઈ ગઈ.

તે પછી ચાલુ વર્ષે ૧ જૂને એક બીજી યોજના જાહેર કરાઈ. જેમની પાસે કાળુ નાણું હોય તેમને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાની સંપત્તિ-અસ્ક્યામતો જાહેર કરીને સ્વચ્છ થઈ જવાની છૂટ અપાઈ હતી. અલબત્ત, તેમાં ટૅક્સ વગેરે કાયદા મુજબ ભરવો જરૂરી હતો. આ યોજનાને ભારે સફળતા મળી. લગભગ રૂ. ૬૫,૨૫૦ કરોડનું કાળુ નાણું જાહેર થયું. આ ઉપરાંત મોદી સરકારે મકાન-ઈમારતો ખરીદવામાં કાળુ નાણું વપરાય છે તેને નિયંત્રણમાં લાવવા રૂ.૨૦,૦૦૦ કરતાં વધુ તમામ રોકડ વ્યવહાર પર ૨૦ ટકા દંડ નાખ્યો. ઉપરાંત રૂ. ૨ લાખથી વધુ રકમની રોકડથી ખરીદી પર ૧ ટકાનો વેરો નાખ્યો. ચાલુ વર્ષે ઑગસ્ટમાં સંસદે બેનામી વ્યવહાર (પ્રતિબંધ) સુધારો કાયદો ૨૦૧૬ પસાર કર્યો. તે ૧ નવેમ્બર ૨૦૧૬થી લાગુ થયો. કાળાં નાણાં ધરાવનારા લોકો પોતાના ડ્રાઇવર, નોકર, રસોઈયા વગેરેના નામે સંપત્તિ લેતા હોય છે તેને બેનામી સંપત્તિ કહે છે. આ રીતે કાળાં નાણાંને સફેદ કરવાનું અટકાવવામાં આવ્યું.

છેલ્લાં કેટલાંક વર્ષોથી મોરચા સરકારના યુગના કારણે એવી પ્રથા પડી ગઈ હતી કે સરકાર તો ડરાવે. કાયદાની ધમકી આપે. યોજનાઓ જાહેર કરે. પરંતુ આપણે તેનો અમલ ન કરીએ તો ચાલે. સરકાર કંઈ કરવાની નથી. કેટલાક લોકો એમ જ માનતા હતા કે ચૂંટણી જીતવા નરેન્દ્ર મોદીએ કાળાં નાણાંને સમાપ્ત કરવાનું વચન આપી દીધું છે. આથી તેઓ પ્રશ્નો પણ પૂછતા હતા કે વડા પ્રધાને કાળાં નાણાંને દૂર કરવા શું કર્યું? પરંતુ આઠ નવેમ્બરની જાહેરાત અને આ લખાય છે ત્યાં સુધી તેના કડક અમલને જોતાં હવે ભાગ્યે જ કોઈ આ સરકારના કોઈ પગલાંને હળવાશથી લેવાની હિંમત કરશે.

એ તો મોદીજીએ આઠ નવેમ્બરે જ કહ્યું હતું કે લોકોને તકલીફ પડશે. અને લોકોને તકલીફ પડી જ. નિર્ણયના એકાએક અમલના કારણે જેમના સગા ખાનગી હૉસ્પિટલમાં હોય અને જેમની પાસે રોકડ રકમ હોય તેમને મુશ્કેલી પડી. કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થયાં. તો બેચાર કિસ્સામાં લાઇનમાં ઊભા રહેતાં એક યા બીજા કારણસર મૃત્યુ થયાના કિસ્સા પણ આવ્યા. જોકે બધાં મૃત્યુ આ નિર્ણયના કારણે થયા તેમ કહેવું યોગ્ય નથી. દા.ત. કર્ણાટકના ઉડુપીમાં બૅન્ક આગળ લાંબી લાઇનમાં ઊભા રહેલા ૯૬ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું. આ દુ:ખદ બનાવ માટે મોદીના નોટબંધીના નિર્ણયને જવાબદાર ગણાવી શકાય? વૃદ્ધના દીકરાનું જ કહેવું છે કે તેના પિતાના મૃત્યુને બૅન્ક આગળ લાઇનમાં ઊભા રહેવા સાથે કોઈ સંબંધ નથી. કોઈને ત્યાં લગ્ન હતા તો તેને તકલીફ પડી. પરંતુ આ વાજબી કારણ નથી. લગ્ન મોકૂફ પણ રાખી શકાય અને સાદાઈથી પણ કરી શકાય. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો ત્યારે લગ્ન મોકૂફ રખાયાં હતાં અથવા સાદાઈથી સંપન્ન કરાયા હતા. આપણે ત્યાં લગ્ન હોય અને કોઈક સગું ગુજરી જાય તો આપણે સાદાઈથી લગ્ન કરતા જ હોઈએ છીએ. આમ, મુખ્ય તકલીફ બીમાર સભ્યવાળા પરિવારને થઈ.

પરંતુ નોટોની અછત અને ૫૦૦-૧,૦૦૦ની નોટો બંધ થવાથી શાકભાજી, કરિયાણાવાળા વગેરે વેપારક્ષેત્રે મંદી આવી છે પરંતુ તે કામચલાઉ રહે તેવી સંભાવના છે. મુખ્ય વાત એ છે કે આ નિર્ણય એવો છે જેમાં ટૂંકા ગાળે તકલીફ છે, લાંબા ગાળે ફાયદો છે. મુંબઈની પત્રકાર પૂજા મહેતાએ બૅન્કમાં સ્વયંસેવા આપી ત્યારે એક ગુજરાતી ૮૦ વર્ષના વૃદ્ધે કહ્યું કે હું આ લાઇનમાં એટલે ઊભો હતો કે જેથી તમારી પેઢી વધુ સારું ભારત જોઈ શકે.

આશા રાખીએ કે આ નિર્ણયથી હવે કાળાં નાણાંના સર્જનમાં બહુ મોટો ઘટાડો આવશે. લોકો પણ જાગૃત થશે અને ચેક-ડેબિટ-ક્રેડિટ કે પછી પે-ટીએમ જેવી રીતે સફેદ નાણામાં ચુકવણી કરશે, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, ડ્રગ્સના વેપાર વગેરેના ખરાબ દિવસો આવશે અને ભારતના ‘અચ્છે દિન’ આવશે.

film, media, politics

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. ‘બોલ રાધા બોલ’ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને.

એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની બન્યા જેમ્સ બૉન્ડ માટે. પહલાજ નિહલાનીનો પક્ષ માત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ને તેના ગુજરાતી નવગુજરાત સમયમાં છપાયાનું યાદ છે. શિકારીઓની રજૂઆત એવી હતી કે પહલાજ નિહલાનીએ જેમ્સ બૉન્ડમાં પ્રણય પ્રચુરતાનાં દૃશ્યો પર કાતર ફેરવડાવી. પણ ઉપરોક્ત સમાચારપત્રમાં છપાયેલા પહલાજ નિહલાનીના પક્ષ મુજબ, જેમ્સ બૉન્ડના ફિલ્મકારે ‘એ’ના બદલે ‘યુએ’ સર્ટિ. માગેલું તેથી તેમને કટ કરવા પડ્યા.

ડાબેરી કમ લિબરલ ગેંગનો ત્રીજો શિકાર સૂરજ બડજાત્યા બન્યા. સૂરજ અને તેમના બાપદાદાની ફિલ્મોની વિશેષતા એ રહી છે કે તેઓ સારો સંદેશ આપતી, ઘણી હદે સ્વચ્છ, પારિવારિક અને સુમધૂર સંગીતમય ફિલ્મો આપે છે. આ ફિલ્મોમાં હિન્દુત્વ ઝળકતું હોય છે. જેનાથી આ ગેંગ સૂરજને ઝપટમાં લેવા માગે છે. ‘ગે’ સહિત અનેક વિકૃતિ ફેલાવતા શાહરુખ ખાનની ચમચી ફરાહ ખાને શાહરુખ નિર્મિત ‘ઓમ્ શાંતિ ઓમ્’માં સૂરજની મજાક ઉડાડેલી. તે પછી સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’ આવી એટલે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની ચિબાવલી સમીક્ષકે લખ્યું સંસ્કારી ઑર્ગેઝમ! બીજા સમીક્ષકોએ પણ ફિલ્મને ઉતારી પાડી. (આ સમીક્ષકો યશરાજ, કરણ જોહર, વિધુ વિનોદ ચોપરા/રાજકુમાર હિરાણી, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શાહરુખ ખાન, આમીર ખાન જેવા મિડિયાના ફેવરિટ લોકોની સમીક્ષામાં સમરકંદ બુખારા ઓવારી જાય છે પણ અક્ષયકુમાર, ૠત્વિક રોશન, ટાઇગર શ્રોફ જેવાની ફિલ્મોને ઉતારી પાડે છે. તાજેતરમાં આ લોકો શાહરુખની ‘ફેન’ પર આફરિન થઈ ગયા હતા જ્યારે ટાઇગરની ‘બાગી’ ને ઉતારી પાડેલી. આ જ રીતે ‘ઉડતા પંજાબ’ વિશે પણ થયું. એક સમીક્ષકે તો હેડિંગમાં લખ્યું: સોલિડ કિક! બીજી તરફ અક્ષયકુમારની ‘હાઉસફૂલ-3’ને ઉતારી પાડી. પણ દર્શકોએ ‘બાગી’ અને ‘હાઉસફૂલ-3’ બંનેને હિટ બનાવી દઈ આ બબુચકોને મોઢે તમાચો માર્યો.)

એકતા કપૂરની વાહિયાત ‘ક્યા કૂલ હૈ હમ-૩’માં પણ સૂરજ બડજાત્યા અને સંસ્કારીપણાની મજાક ઉડાવાઈ.
સૂરજ પોતે શરમાળ છે. તે પોતાની ફિલ્મનો પણ ખાસ પ્રચાર નથી કરતા તો આવા લોકોને જવાબ ક્યાંથી આપે? એટલે આ લિબરલ ગેંગની વાયડાટી ચાલે છે. આ લિબરલ ગેંગનો ચોથો શિકાર બન્યાં સચીન તેંડુલકર અને લતા મંગેશકર. તન્મય ભટ્ટ ને એના બીજા મિત્રો જેમાં એક મહેશ ભટ્ટનો થનારો કે થઈ ચૂકેલો જમાઈ રોહન જોશી પણ છે એ ભેગા થઈને ‘એઆઈબી’માં મહાન હસ્તીઓની અત્યંત બેહૂદી મજાક ઉડાવે છે. આમાંથી તન્મયે સ્વતંત્ર રીતે સચીન ને લતાજીની કનિષ્ઠતમ મજાક ઉડાવી પબ્લિસિટી મેળવી લીધી.

આ ગેંગનો ૨૦૧૪થી નિરંતર એક પ્રયાસ છે અને તે એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તેને મોદીભક્ત ગણાવી દેવા. મિડિયાની હલકાઈ જુઓ સાહેબ! તે મનમોહનસિંહ આગળ ડૉ. લખવાનું ચૂકતું નથી. મનમોહન વ્યવસાયિક ડૉ. નથી. તેમ છતાં પૂર્વ વડાપ્રધાન છે અને દસ વર્ષ રાજકીય સ્થિરતા આપી દેશ ચલાવ્યો એ સિદ્ધિ બદલ એમની આગળ ડૉ. લખાય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ જેણે કાશ્મીરનું ઇસ્લામીકરણ ને પાકિસ્તાનીકરણ કર્યું કે થવા દીધું તે ફારુક અબ્દુલ્લાના નામ આગળ પણ લિબરલ તંત્રી- પત્રકાર ડૉ. લખવાનું ભૂલતા નથી. એ લોકો નહેરુ આગળ પં. એટલે કે પંડિત લખવાનું ચૂકતા નથી. ઇન્દિરાનો ઉલ્લેખ કરે ત્યારે એમની કલમ આપોઆપ પાછળ જી લગાવી દે છે. સોનિયા પાછળ પણ તેઓ જી અચૂક લગાવે જ પણ મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ મોદીના નામની આગળ વડા પ્રધાન તો જવા દો, પાછળ જી પણ લગાવતા નથી. સ્મૃતિ ઇરાની ભૂતકાળમાં નિપુણ અભિનેત્રી હતાં. પણ હવે તેઓ ફૂલટાઇમ પોલિટિશિયન છે અને માનવ સંસાધન વિકાસ જેવા મહત્ત્વના ખાતાના પ્રધાન પણ છે પરંતુ આ મિડિયા તેમના નામ આગળ એક્ટ્રેસ ટર્ન્ડ પોલિટિશિયન લખીને સ્મૃતિને ઉતારી પાડવાનો મોકો ચૂકતા નથી. ‘ટેલિગ્રાફ’એ તો તેમને ‘આંટી નેશનલ’નું બિરુદ આપી દીધું. પણ લિબરલ ગેંગનું સાચું નિશાન મોદી નથી, મોદી સમર્થકો છે. એ લોકો એક વાત સારી રીતે જાણે છે કે મોદીજી તેમના તમામ પ્રપંચોને નિષ્ફળ બનાવી દેશે પણ સમર્થકો નહીં હોય તો મોદીજી શું કરવાના? આજે કદાચ સંઘ કે બીજી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ કરતાં મોદીજી સૌથી લોકપ્રિય છે. લિબરલ ગેંગને એ ખબર નથી કે સંઘના સ્વયંસેવકો કરતાં બહારના લોકો વધુ મોદીસમર્થક છે. સંઘના સ્વયંસેવકો તો વ્યક્તિપૂજામાં માનતા નથી. એટલે એમને માટે ભગવાધ્વજ સિવાય કોઈ મોટું નથી. મોદી પણ નહીં.

લિબરલ ગેંગ મોદીસમર્થકોને મોદીભક્ત કહી હવે ભક્તિ શબ્દને ગાળમાં ખપાવવા જોરશોરથી પ્રયત્નશીલ છે. કોઈ વ્યક્તિ મોદીની કોઈ વાતનું સમર્થન કરે એટલે એને મોદીભક્તમાં ખપાવી તેને ઉતારી પાડવાનો જેથી એ બીજી વાર મોદીજીનું સમર્થન ન કરે.

કોઈ વ્યક્તિ સતત સારું કરે તો તેની પ્રશંસા થવાની જ. પછી તે અમિતાભ બચ્ચન હોય કે માધુરી દીક્ષિત, સચીન તેંડુલકર હોય કે લતા મંગેશકર. લાખો-કરોડો લોકો રોજ અમિતાભ-માધુરી-સચીન કે લતાના ફોટા કે તેમની વિગતો મૂકે છે. તો શું એ એમના ભક્ત થઈ ગયા? આમાંના ઘણા એવા પણ હશે જે ઉપરોક્ત હસ્તીઓની સાથે રાજેશ ખન્ના, શ્રીદેવી, સૌરવ ગાંગુલી કે આશા ભોસલેના ચાહક હશે. આ જ રીતે મોદીનું સમર્થન કરનારા મનમોહન, જયલલિતાનું સમર્થન કરનારા પણ હોઈ શકે.

જે તંત્રી-પત્રકાર સોનિયા કે પ્રિયંકાને જોઈને મોઢેથી લાળ ને નીચેથી શી***ન કરી બેસે છે કે અહેમદ પટેલના ચમચા છે તેઓ કે તેમની શેહમાં આવીને અન્યો સોનિયાના બારગર્લવાળા ભૂતકાળ વિશે  છાપવાની હિંમત ધરાવતા નથી.  સોનિયાને કઈ રહસ્યમય બીમારી છે એ જાણવા એ લોકો ઇન્વેસ્ટિગેશન કરાવી શકતા નથી. સુબ્રમણિયન સ્વામી એ બહાર પાડ્યું તો પણ નેશનલ હેરાલ્ડ કૌભાંડના સમાચાર કરતાં અન્ય સમાચારને પ્રાથમિકતા આપવી એ તેમનો ચમચાધર્મ છે. અને સમાચાર છાપશે તો મોદીજી જાણે ખોટી રીતે સોનિયાને ફસાવતા હોય એ રીતે છાપશે. કેજરીવાલે કાયદો તોડીને ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવપદની લહાણી કરી દીધી. એ સમાચાર હોય કે કેજરીવાલના મુખ્ય સચિવના કૌભાંડના કારણે સીબીઆઈના દરોડાના સમાચાર, આ ચમચાઓ કેજરીવાલ સામે મોદીજી વેરવૃત્તિથી કાર્યવાહી કરતા હોય એવાં મથાળાં બાંધશે. આ ચમચાઓ અનુગોધરા રમખાણો પછી ‘સિટ’ તપાસ, ઈશરત કેસ વગરેમાં આવાં મથાળાં બાંધતા નહોતાં.

લિબરલ ગેંગને કોઈએ પ્રશ્ન ખરેખર તો એ પૂછવા જોઈએ કે
૧. મોદીજીમાં એવા તે શું હીરામોતી ટાંગ્યાં છે કે લોકો વધુ ને વધુ મોદીસમર્થક બની રહ્યા છે?
૨. શું મોદીજી એવા હેન્ડસમ છે અથવા અમિતાભ જેવાં હાઇટ-બૉડી ધરાવે છે?
૩. શું મોદીજી સોનિયા જેવા ગોરા છે?
૪. શું મોદીજી ચિદમ્બરમ્ જેવું અંગ્રેજી કે અટલજી જેવું હિન્દી બોલી શકે છે?
૫. શું મોદીજી સંપત્તિમાંથી બધાના એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા કરાવે છે?
૬. મોદીજી ગરીબ દેખાતા નથી. એ કેજરીવાલ કે મમતા બેનર્જીની જેમ સાદાં કપડાં નથી પહેરતા, આ લિબરલ ગેંગ લખે છે તેમ હવામાં સતત ઉડતા રહે છે, તો પછી સામાન્ય માનવી કેમ મોદીસમર્થક છે? જેને અમેરિકાએ નવ નવ વર્ષ વિઝાનો ઇન્કાર કર્યો તે મોદીને જ્યારે અમેરિકા બોલાવે ત્યારે સામાન્ય ભારતીય કેમ વિજય મળ્યો હોય એમ ખુશ થાય છે?
૭. લિબરલ ગેંગ જ એવું લખે છે કે મોદી યુઝ એન્ડ થ્રો કરે છે ને અરુણ શૌરી આવું બોલે છે ત્યારે એને સમાચાર તરીકે ચગાવે છે પણ પ્રશ્ન એ છે કે મોદીજી આવું કરતા હોય તો એમના સમર્થકોની સંખ્યા તો એકદમ ઘટી જવી જોઈએ? એવું કેમ નથી થતું?
૮. માન્યું કે મોદીજી પાસે આઇટી પ્રોફેશનલની સારી ટીમ છે પણ મોદીજીને જિતાડનાર (મોદીજીને યશ ન દેવો પડે એટલે સોનિયાચમચા આવાં ગતકડાં શોધી કાઢે છે) પ્રશાંત કિશોર તો હવે આ તંત્રી-પત્રકારોના માનીતા સોનિયા-રાહુલને સેવા આપે છે. કેમ એ મોદીની જેવી હવા રાહુલની તરફેણમાં ઊભી નથી કરી શકતા?
૯. લિબરલો શોધે છે કે કૉંગ્રેસ નહીં તો કોણ? એટલે નીતીશ-કેજરી-વગેરે જે મોદીવિરોધી છે તેમની પછેડી પકડી લે છે. કેજરીવાલ પાસે પણ યુવાનોની આઇટી ટીમ છે. એ કેમ કેજરીની તરફેણમાં મોજું છોડો, લહેરખી પણ સર્જી નથી શકતા?
૧૦. એવું શું કારણ છે કે આજતક, એનડીટીવી સહિતની ચેનલો ને અનેક છાપાં મોદીવિરોધી છે, રોજેરોજ તેઓ મોદીવિરોધી સમાચાર ચગાવે છે ને મોદીતરફી સમાચાર દબાવી દે છે, આ જ રીતે મોદીવિરોધીઓના સારા સમાચાર ચગાવે છે ને મોદીવિરોધીઓના ખરાબ સમાચારને દબાવી દે છે તો પણ મોદીના સમર્થકોની સંખ્યા ઘટતી કેમ નથી?
૧૧. જ્યારે જ્યારે ચીન, અમેરિકા કે પાકિસ્તાન ભારતવિરોધી કૃત્યો કરે છે ત્યારે આ લિબરલ ગેંગ દેશની દુશ્મન હોય તેમ ખુશ થઈ ‘હાથતાળી’ કેમ આપે છે? ભારતની પીછેહટ તેમને ‘મોદીના ગાલ પર તમાચો’ કેમ લાગે છે? શું તેઓ મોદીવિરોધમાં આંધળા થઈને અજાણતા મોદી = ભારત આવું સમીકરણ તો નથી બેસાડી રહ્યાને?
૧૨. ક્યાંક આ લિબરલ ગેંગના રોજેરોજ આંધળા વિરોધના કારણે જ મોદીની લોકચાહના આટલી વધી નથી રહી ને? કારણકે હંમેશાં મક્કમ મજબૂત વ્યક્તિની પાછળ દુનિયા પડે ત્યારે લોકો તેના સમર્થક બની જતા હોય છે. આથી જ ભારતમાં લોકો માટે મહારાણા પ્રતાપ હારવા છતાં અકબરથી વધુ મહાન છે. સિકંદર કરતાં પોરસ વધુ લોકપ્રિય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે આજે પણ કહેવાય છે કે ખૂબ લડી મર્દાની, વો ઝાંસીવાલી રાની થી.
૧૩. દુર્યોધનો કે શિશુપાલો સત્તાના મદમાં શ્રી કૃષ્ણની ઊંચાઈ સમજી શક્યા નહોતા. (સાવધાન! આ નઠારા ક્યાંક એવું ન કહી દે કે મેં મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા.વાતને આડે પાટે ચડાવવામાં આ લોકો હોશિયાર હોય છે.) લિબરલ ગેંગ સાથે આવું તો નથી ને?

satire

એક નકલી એન્કાઉન્ટરની વ્યંગ કથા

એક ભાઈ એમના ઘરમાં પરિવાર સાથે બહુ શાંતિથી રહેતા હતા અને રહેવા માગતા હતા. એવામાં એમના ઘરે પોલીસનો દરોડો પડ્યો. એમને ત્યાંથી મૃતદેહો મળ્યા. ઘરમાં જ પુરાવા મળતાં ભાઈની ધરપકડ થઈ. જેલમાં પૂરી દેવાયા. પણ પડોશીઓએ ગોકીરો મચાવ્યો. કહ્યું કે આ ભાઈ બહુ હિંસક છે. તેમને અહીંની જેલમાં નહીં, બીજા ગામની જેલમાં લઈ જાવ.
ભાઈને બીજા ગામની જેલમાં લઈ જવામાં આવ્યા. પણ તેમ છતાં પડોશીઓ શાંત ન બેઠા. તેમણે ફરિયાદ કરી કે તપાસ પંચ નીમો. ખાસ ‘સિટ’ની રચના કરવામાં આવી. ‘સિટ’ની તપાસમાંય કંઈ ન નીકળ્યું. એટલે એ ભાઈ સામે સીડીઆઈની તપાસ બેઠી. સીડીઆઈવાળાએ એ ભાઈ સામે આરોપનામું મૂક્યું. ભાઈએ દલીલ કરી કે મેં તો બેત્રણની જ હત્યા કરી, પરંતુ જેણે આખી જાતિની હત્યા કરી તે અમારા ‘ગાંધી’ની દુકાન ચલાવતા રાજીવભાઈ સામે કોઈ પગલાં તમે નથી લેતા.
તો સીડીઆઈવાળા ભાઈ કહે, એ ગાંધીની દુકાનેથી રાજીવભાઈના ઘરવાળાં અમને બહુ સાચવે છે અને અમને નિયમિત હપ્તા આપે છે. અમારી રોજીરોટી એમના કારણે જ ચાલે છે. એ અમારા અન્નદાતા છે, તેમની સામે કોઈ પગલાં ન લેવાય. અને એમણે તો વાંદાની હત્યા એટલે કરી હતી કે એમની બા ઇન્દુબહેનને વાંદાઓ સામે ચીડ હતી. એમનાથી બહુ ડરતાં હતાં. પણ તમે તો….તમે કોની હત્યા કરી છે, ખબર છે?
મચ્છરની!
પણ પેલા ભાઈ કહે, મચ્છરથી રોગચાળો ફેલાય. અમને કરડીને પછી અમને મેલેરિયા કે ડેન્ગ્યુ થઈ જાય તેનું શું? એનું કંઈ નહીં. તમે તો એ માટે ડીડીટી છંટકાવતા નથી. ગંદકી દૂર કરતા નથી. અને અમે બે ત્રણ મચ્છર માર્યા એમાં આટલો ગોકીરો મચાવ્યો.
સીડીઆઈવાળા કહે, એ તો એવું જ છે. વાંદા મારો તો ચાલે, મચ્છર મારો તો નહીં!