‘સોનુ સ્વીટી’ = ‘સોહની મહિવાલ’!

Published by

on

દૂરદર્શન અને પ્રાઇવેટ ચેનલ વચ્ચે કેટલો ફેર?
જવાબ:  ‘સોહની મહિવાલ’ અને ‘સોનુ સ્વીટી’ જેટલો.
ઘણાને ખબર હશે કે ‘સોનુ સ્વીટી’  એ સબ ટીવી પર આવતી પતિ-પત્ની વચ્ચેની ખટમીઠી તકરારની સિરિયલ છે. વરુણ બડોલા અને શ્વેતા કવાત્રા (‘કહાની ઘર ઘર કી’ની પલ્લવી) આ સિરિયલમાં પતિ-પત્નીની મુખ્ય ભૂમિકા ભજવે છે. ઝઘડામાં ક્યારેક પતિ હાવી થઈ જાય પત્ની પર તો ક્યારેક પત્ની.
હમણાં સર્ફિંગ કરતો હતો ત્યારે દૂરદર્શન પર આવીને અટકી ગયો. એ જ વરુણ બડોલા અને એ જ શ્વેતા કવાત્રા. એ જ પતિ-પત્ની વચ્ચેની તકરાર અને એ જ સ્ટોરી જે સબ ટીવી પર ચાલી રહી હતી. પછી ખબર પડી કે એ સિરિયલનું નામ હતું ‘સોહની મહિવાલ’ અને આ સિરિયલ તો ૨૦૦૬થી ચાલે છે. (કદાચ પૂરી થઈ ગઈ હોય અને રિપિટ ટેલિકાસ્ટ હોય તો ખબર નહીં.)
પ્રોડ્યૂસર પણ એ જ. યૂ ટીવી.
ફરક માત્ર એટલો કે  બંને સિરિયલમાં પાત્રો સરખા છે, પણ કેટલાંક પાત્રો  અલગ-અલગ કલાકારોએ ભજવ્યા છે.
sonu sweety
જે માલ દૂરદર્શન પર બહુ ન ચાલ્યો તે સબ ટીવી પર ક્લિક થઈ ગયો અને એવો  ક્લિક થયો કે સિરિયલ માત્ર મંગળવારે આવતી હતી તેના બદલે સોમવારે પણ હવે શરૂ કરવામાં આવી છે.
(અને હા, શરદ જોશીની ‘લાપતાગંજ’ જોવાનું ભૂલતા નહીં. આવનારાં વર્ષોમાં તે ‘માલગુડી ડેઝ’નું કદાચ સ્થાન લે તેવી શક્યતા તેના પહેલા એપિસોડને જોતા લાગે છે. જોકે તેમાં સ્થૂળ હાસ્ય કરતાં વ્યંગ વધુ છે અને આવો જ શો ‘ટેઢી બાત’ જે રીતે ટૂંક સમયમાં જ બંધ થઈ ગયો તે જોતાં ‘લાપતાગંજ’નો ભોગ પણ ટીઆરપી નામની બલા લઈ લે તો નવાઈ નહીં.)
(To read it in English, click : http://jaywantpandyasblog.blogspot.com/2009/10/sonu-sweety-sohni-mahiwal.html)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.