યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ કરેંગે…

Published by

on

ઘણા સારા ઇમેઇલો મળતા હોય છે. માત્ર ઇમેઇલનો બ્લોગ બનાવવામાં આવે તો રોજ એક પોસ્ટ મૂકી શકાય. વેદ ઉપનિષદ સાથે સરખામણી કરવી હોય તો એક વાતે કરી શકાય કે આ ઇમેઇલના સર્જક-લેખક કોણ છે તે ખબર પડતી નથી. મોકલનારનું ઇમેઇલ ડિલિટ કરીને ફોરવર્ડ કરાતો હોય છે. ખેર, મને હમણાં મારા અમેરિકા સ્થાયી થયેલા મિત્ર નીલેશ ત્રિવેદી પાસેથી સુંદર ઇમેઇલ મળ્યો. (બાય ધ વે, ઇમેઇલને નારીજાતિ કહી શકાય કે નરજાતિ? એટલે કે ઇમેઇલ મળ્યો કે મળી? ઇમેઇલ એટલે કાગળના સંદર્ભમાં લઈએ તો ઇમેઇલ મળ્યો લખાય. અને ઇમેઇલ એટલે ટપાલ કરીએ તો ઇમેઇલ મળી લખાય.) તેનું ગુજરાતી કરીને, તેમાં મારી ઘણી નવી  ટિપ્પણીઓ ઉમેરીને અહીં આપું છું. આ ઇમેઇલ ૭૦-૮૦માં જ્યારે બાળપણ વિતી રહ્યું હતું ત્યારની રોમાંચક સ્મૃતિઓ તાજી કરી દે છે.

70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.

૧. તમે ૫-૮ વર્ષના હતા ત્યારે પહેલા બેલબોટમ કે પહેલી મેક્સી મેળવીને ખૂબ આનંદ થયો હતો.

૨. ફેન્ટમ અને મેન્ડ્રેક (ફૂલવાડીમાં તેની ચિત્રવાર્તા આવતી હતી તે યાદ હશે)ની ચિત્રવાર્તા વાંચવી આનંદદાયક હતી. નિરંજન, ચાંદામામા, ચંપક, ઝગમગ, લોટપોટ, નંદન વગેરે વાંચવાની કેવી મજા પડતી! થોડા મોટા થયા પછી ચક્રમ, સ્કોપ, કમ્પિટિશન સક્સેસ રિવ્યૂ વાંચતા થયા.

૩. ભાવનગરમાં ગાંધી સ્મૃતિમાં પુસ્તકાલયમાં જઈને મૃચ્છકટિકમ્, મહાભારત, ઝાંસીની રાણી વગેરેની ચિત્રકથાઓ ગુજરાતીમાં જ વાંચવાની કેવી મજા પડતી! અલબત્ત, એ સમય વેકેશનનો જ રહેતો.

૪. કંપાસ બોક્સ વર્ષોના વર્ષ એક જ રહેતું. નટરાજ પેન્સિલ, કેમ્લિન, ફ્લોરા પેન્સિલ વગેરેની બોલબાલા રહેતી.

70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.

૫. ઘરમાં ફઇ અને તેમનાં સંતાનો-પિતરાઇ ભાઈઓ-બહેનોની વેકેશનમાં રાહ આતુરતાથી જોવાતી. તેઓ આવે એટલે મુંબઈ, અમદાવાદ વગેરે શહેરોની નવાજૂની, ત્યાંની ફેશન, ત્યાંના ટ્રેન્ડ જાણવા મળતા. વેકેશનમાં કોઈ છોકરો ઘરની અંદર જોવા ન મળે.

૬. પહેલી કાર એમ્બેસેડર હતી, પરંતુ તેને ઘણીવાર ધક્કો મારીને ચલાવવી પડતી! પછી પદ્મિની, ફિયાટ પણ આવેલી.

૭. કારમાં બારીના કાચ પર કપડાંના સિવેલા પડદા ટિંગાડાતા. બારીનો કાચ ઘણી વાર અડધે સુધી જ ખુલતો.

૮. પેપ્સી કોલા (૨૫ પૈસાની આવતી-પ્લાસ્ટિકની કોથળીમાં ઓરેન્જ કે કાલા ખટ્ટાના શરબતને થિજાવીને બરફ બનાવી દેવાતી), ભૂંગળા, બટેટી, ચણામઠ, વગેરે નાસ્તો રહેતો.

૯. વેકેશનમાં ઘણી વાર દાદીને ગોદડાં ઘરે સીવતા જોયા છે. બાને (મમ્મી) ચેવડો, ચવાણું, પુરી, ફરસી પુરી, મઠિયા, ઘૂઘરા, ફાફડા, સેવ, ગાંઠિયા, સેવમમરા જેવો નાસ્તો બનાવતી જોઈ છે.

૧૦. ઉનાળાનું વેકેશન એટલે કેરી-ગુંદાનું તીખું અથાણું, મુરબ્બો, છુંદો, ગોળ કેરીનું અથાણું ખાવાની સિઝન! સૂકવેલી હળદર-મીઠું લગાડેલી કેરી  ખાવાની કેટલી મજા પડતી! આવી જ રીતે ઉનાળામાં બટેટાની પતરી (વૅફર) પણ ઘરમાં જ બનતી, જે આખું વર્ષ ચાલતી. ઉનાળામાં ઘઉંમાંથી કાંકરા પણ વીણતા.

70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.

૧૧. ઘડિયાળ એટલે એચએમટી, બિસ્કિટ એટલે પારલે જી, ટીવી એટલે ક્રાઉન, સાઇકલ એટલે એટલાસ, ટૂથપેસ્ટ એટલે કોલગેટ.

૧૨. પિક્ચર જોવા જવાનું હોય એટલે તે તો પિકનિક પર જવા જેવું.

૧૩. કપડાંની એક કે બે જોડી દિવાળી પર જ ખરીદવા મળતી. આવું જ ચંપલ કે બૂટનું હતું.

૧૪. સર્કસ જોવા જવાની પણ કેવી મજા પડતી નહીં? રાઇડ્સ, જેને તે વખતે ચકડોળ કહેતા, તેની મજા દિવાળી કે જન્માષ્ટમી પર લાગેલા આનંદ મેળામાં જ મળતી. (હવે તો, અહીં અમદાવાદમાં તો પ્રહલાદ નગર કે વસ્ત્રાપુર તળાવના બગીચામાં કાયમી રાઇડ્સ હોઈ ગમે ત્યારે, ગમે તેટલી વાર તેની મોજ માણી શકાય છે.)

૧૫. રેડિયો પર હવા મહેલ કે સવારમાં પ્રભાતિયા સાંભળવાની એક મજા હતી. અમીન સયાનીનું પહેલા ‘બિનાકા ગીતમાલા’ અને પછી ‘સિબાકા ગીતમાલા’ (ઘણા સબાકા પણ કહેતા) તો ઓહોહો! છેક બારમા ધોરણ સુધી એ સાંભળેલું. ડિસેમ્બરમાં આખા વર્ષના ટોપ ટેન કે ટ્વેન્ટી ગીતોની-ગાયક-સંગીતકાર-ગીતકાર-ફિલ્મ-વર્ષ એમ યાદી બનતી.

૧૬. નોટબુકમાં ગીતો લખાતા. એક વાર સાંભળ્યે ગીત ન લખાય. અનેક વાર સાંભળો ત્યારે એક ગીત આખું લખાય.

૧૭. ટીવી જોવા અને પછી વીસીઆર આવતા, કોઈ પણ ઓળખાણ વગર, વગર પૂછ્યે ફ્લેટમાં રહેતા લોકોના ઘરે ફિલ્મ જોવા ઘૂસી જતા. ચારપાંચ પડોશી પૈસા કાઢીને વીસીઆર લાવતા તેવુંય બનતું. વિડિયો કેસેટ લાવવા માટે કોઈની ઓળખાણ આપવી પડતી. મેં એક વાર વિડિયો કેસેટની દુકાનની સામે આવેલા ‘ડોન ન્યૂઝ પેપર’ સ્ટોર (જે આજે પણ ત્યાં જ છે)ના નટુદાદાની ઓળખાણ આપેલી.

૧૮. સવારે દોડવા જતા ત્યારે મંગળવાર હોય તો સવારે ૬.૩૦ વાગ્યામાં ફૂલવાડી લઈને ઘરે આવતા! સ્ત્રી, જી, ધર્મસંદેશ,ગૃહશોભા, ચિત્રલેખા વગેરે મેગેઝિનો ઘણા વંચાતા.

70s-80s : Ballbottom, Maxis, HMT Watches, Fiat...etc.

૧૯. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, શટરવાળા કેસની અંદર મૂકાતું. તેની પર રંગીન કાચ લગાડીને ટીવીમાં દેખાતું ચિત્ર રંગીન થયાનો સંતોષ મનાતો. શનિવારે સાપ્તાહિકી આવે તો આખા અઠવાડિયાના કાર્યક્રમોની નોંધ એક નોટબુકમાં કરી લેતા. બુધવારે છાયાગીત અને શુક્રવારે ચિત્રહાર જોવાની ઉત્સુકતા રહેતી.

૨૦. કોઈ નેતા મરી જાય તો ત્રણ દિવસ ટીવીમાં એટલે કે દૂરદર્શનમાં કંઈ ન આવે. માત્ર શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો આવે.

૨૧. ૨૬મી જાન્યુઆરી કે ૧૫ ઓગસ્ટ આવે ત્યારે ‘હમ હોંગે કામિયાબ એક દિન’ કે ‘સારે જહાં સે અચ્છા’ ગીતના રિહર્સલના કાર્યક્રમો એટલા દિવસ આવે કે તમને એ ગીત મોઢે થઈ જાય.

૨૨. પીસી એટલે કે કમ્પ્યૂટર જેવું કંઈક છે તે દૂરદર્શન પર ‘પીસી કી મૌસી’ નામની ફરીદા જલાલ અને સતીશ શાહની એક સિરિયલથી જાણવા મળેલું.

૨૩. બાજુમાં કોઈને ત્યાં ફ્રિજ હોય તો ત્યાં બરફ લેવા બરણી લઈને પહોંચી જતાં. ટ્રેમાંથી બરફ કાઢી, વળતા સૌજન્યમાં ટ્રેમાં પાણી ભરી પાછી ટ્રે ફ્રિજમાં મૂકી દેતા. કોઈ સારી વાનગી બની હોય તો એકબીજાના ઘરે આપવા જવાનો રિવાજ હતો.

૨૪. શિક્ષકો તમારા પરિણામની ચિંતા કરતા. તમે ઇત્તર પ્રવૃત્તિમાં ભાગ લો તે માટે પ્રોત્સાહન આપતા.

૨૫. શાળામાં રોજ અલગ-અલગ પ્રાર્થના રહેતી. ધર્મ સાથે જોડીને વાત કરાતી.

૨૬. ફોટોગ્રાફ મોટા ભાગે ડાર્ક આવતા. વાસ્તવિક કરતાં ઘણા ખરાબ.

તમને આવી કોઈ સ્મૃતિ યાદ આવે છે? તો અહીં કોમેન્ટ રૂપે મૂકો.

(To read this post in English, click : http://jaywant-pandya.blogspot.com/2009/12/70s-80s-ballbottom-maxis-hmt-watches.html)

10 responses to “યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ કરેંગે…”

  1. urvish kothari Avatar
    urvish kothari

    interesting list, down memory lane.

  2. shefali Avatar
    shefali

    I like your post today and remember my those days when I was studying in journalism. As my daddy also was in sandesh, i can’t bunk lacture as one of my sir was daddy’s friend and collegue. I still remember I went on cycle to navgujarat collage and on wednesday i see `Chitrahaar’ stopping near an electronic shop..

  3. hasmukhbhai trivedi Avatar
    hasmukhbhai trivedi

    Dear Jayubhai, so nice of you for sending the email, it has power to drag me in my childhood memories which are more or less
    similar to your expressed in the blog.

  4. punita Avatar
    punita

    એક મારા તરફથીઃ રવિવાર એટલે ખાસ અરીઠાં અને શિકાકાઈનું પાણી કાઢીને વાળ ધોઈને કોરા રાખવાનો દિવસ. બાકી રોજ ભરપુર તેલ નાખીને ચપોચપ બે ચોટલીઃ) અને શેમ્પુ તો દિવાળી-બેસતા વર્ષે જ થાય એવો ધારો.

    1. jaywantpandya Avatar
      jaywantpandya

      પહેલાં તો સ્ત્રીઓ રવિવારે જ વાળ ધોતી. હવે તો રોજ કોરા વાળવાળી સ્ત્રીઓ વધુ જોવા મળે છે. ખુલ્લા વાળ પણ રવિવારે કે લગ્ન જેવા પ્રસંગોએ સ્ત્રી રાખતી. હવે? લિપસ્ટિક વગેરે બાબતે પણ કદાચ એવું જ છે. સાચું કહ્યું ને મેં?

  5. Maulik Manilal Rajput Avatar
    Maulik Manilal Rajput

    યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ કરેંગે . . . . . . . . .

  6. jitubhai shah Avatar
    jitubhai shah

    ye lamhe ye pal lekh saro lagyo.Abhinandan.

  7. kishore modi Avatar
    kishore modi

    ખૂબ સરસ.અતીતના દિવસો ફરીથી સાંભર્યા.અાભાર

  8. bakuleshdee Avatar
    bakuleshdee

    bachpan ke din bhi kya din the ? let me rewind my memory in the 50’s & 60’s. 35 naye paise & i could see ANAARI, insaaniyat or nayaa dour !! a pratap ink pen cost rs 3 or 4. rs 1-25 ps was the train fair to surat from vyara. i could buy a murphy transistor only in 1970 ! my first salary being rs 236/- but could get only the half as the school opened on 15th june. my 1st lic policy premium rs 75/- quertly i took loan from my gpf of rs 437 & replaid by monthly instalment of 20…..FOR MY OWN MARIAGE !! no end of these trivias… ell nice 2 go back down memory lane thnx bye bakulesh desai

  9. pravinbhai shah Avatar

    1,2 padai (patang) akhi sijan udavata, ane khoob ananad karata, patang ne puchhadu lagavata,dori pan khoobchalati, koi kapatu na hatu,

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.