અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી : રિશ્તે મેં તો…

Published by

on

નરેન્દ્ર મોદી અને અમિતાભ : હમ જહાં ખડે હોતે હૈં લાઇન વહાં સે શુરૂ હોતી હૈ
નરેન્દ્ર મોદી અને અમિતાભ : હમ જહાં પે ખડે હો જાતે હૈં, લાઇન વહીં સે શુરુ હોતી હૈ

તાજેતરમાં અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ ‘પા’ના પ્રમોશન માટે ગાંધીનગરનો આંટો ખાઈ ગયા. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પણ લીધી અને બંનેએ એકબીજાની પીઠ થાબડી સંતોષ મેળવ્યો. બંનેની તસવીરો સાથે જોઈને સામ્યતા કરવાનું મન થાય. આ રહી કેટલીક સામ્યતાઓ  :

(૧) એક તો બંને દાઢી રાખે છે. અમિતાભ ‘પા’ દાઢી રાખે છે, નરેન્દ્ર મોદી ‘આખી’ દાઢી રાખે છે.

(૨) અમિતાભની યુવાવસ્થામાં ફિલ્મોમાં જેવી છબિ હતી તેવી જ છબિ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની છે. એંગ્રી યંગ મેનની. ફિલ્મોમાં વિજય (અમિતાભનું પાત્ર) સંઘર્ષ કરીને આગળ આવતો  અને ગુંડાઓનો સફાયો કરતો, તેમ નરેન્દ્ર મોદીએ પણ સંઘર્ષ કરીને આગળ આવીને, ગુંડાઓ તો ન કહેવાય, પણ વિરોધીઓને પરાસ્ત કર્યા છે. ફિલ્મોમાં અમિતાભ જેમ ગુસ્સાવાળા દેખાતા, તેમ નરેન્દ્ર મોદીની છબિ પણ ગુસ્સાવાળા વ્યક્તિ તરીકેની જ છે. જોકે, તેમની રમૂજ વૃત્તિ પણ ઉમદા છે.

(૩) અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી મિડિયાને એકસરખા ધિક્કારે છે. અમિતાભ મિડિયા વિરુદ્ધ તેમના બ્લોગમાં બળાપો કાઢતા રહે છે. નરેન્દ્ર મોદી પણ મિડિયામેનને મોંઢે જ સંભળાવી દેવા અથવા તો જાહેર પ્રવચનોમાં તેમની ‘ફિરકી’ લેવા માટે જાણીતા છે.

(૪) અમિતાભ અને નરેન્દ્રભાઈ બંને સરખા ‘વર્કોહોલિક’ (કામઢા) છે. વહેલી સવારે કસરત સાથે બંનેની દિનચર્યા શરૂ થઈ જાય છે, જે મોડી રાત સુધી ચાલે છે.

(૫) બંને પોતાની આગવી રીતે લોકોના સંપર્કમાં રહે છે. બંને બ્લોગ પણ લખે છે. જોકે, નરેન્દ્રભાઈ નિયમિત રીતે તેને અપડેટ નથી કરી શકતા એ અલગ વાત છે.

(૬) બંને સાહિત્યપ્રેમી ખરા.

(૭) બંનેના અવાજ સારા છે, બુલંદ અવાજ છે. બંને સારા વક્તા છે. બોલે ત્યારે શ્રોતાજનો મુગ્ધ બની જાય છે. બંનેની આંખો પ્રભાવશાળી છે.

ઠીક છે. સમાચાર એવા છે કે અમિતાભ બચ્ચન જે દિવસે ગાંધીનગર આવ્યા તે દિવસે અમરસિંહે સમાજવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. આ બંને બાબતોને જોડીને એવી ટેબલસ્ટોરી લખાઈ કે ફિલ્મી પડદાના ‘શહેનશાહ’ હવે ગુજરાતના ‘જાણતા રાજા’ તરફ ઢળી રહ્યા છે. જોકે આ ટેબલસ્ટોરી સાચી હોવાની પૂરી શક્યતા છે. અમિતાભ જે જગ્યાએ પહોંચ્યા છે ત્યાં તેમને કોઈ ને કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાવું પડે. પહેલાં તેઓ કાઁગ્રેસ સાથે સંકળાયેલા હતા. સંકળાયેલા જ નહીં, તેમાંથી ચૂંટાયા પણ ખરા, પણ એ ક્ષેત્ર ફાવ્યું નહીં, એટલે છોડી દીધું, પણ પડદા પાછળ જોડાણ ચાલુ રાખ્યું. પરમ મિત્ર રાજીવ ગાંધી ગયા પછી સોનિયા સાથે બહુ ફાવ્યું નહીં (તેનાથી કદાચ વિરુદ્ધ પણ વાત હોઈ શકે.) અને અમરસિંહનો સાથ મળ્યો એટલે સમાજવાદી પક્ષના મહોરા (ગોવિંદાચાર્યની ભાષામાં કહીએ તો મુખૌટા) બની ગયા. સમાજવાદી પક્ષના રાજપાટમાં ફાયદો પણ મેળવ્યો. પત્ની જયાને સાંસદ બનાવીને રાજ્યસભામાં મોકલ્યાં. હવે અમરસિંહ ન રહેતા, મોદીની શાલનો પાલવ પકડ્યો હોય તેવું બની શકે.

અમિતાભ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બને કે ન બને (આમ તો, મોદીને ગુજરાત માટે અમિતાભની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જરૂર જ નથી, પોતે જ એકે હજારા છે.) પણ હિન્દુત્વવાદી પક્ષ ભાજપના બ્રાન્ડ એમ્બેસેડર જરૂર બની શકે. કેમ? કારણો આ રહ્યાં :  (નીચેના દરેક વાક્યમાં ‘છબિ’ શબ્દ પર ખાસ ભાર મૂક્યો છે.)

(૧) એક તો, તેમની છબિ પરિવારવાદી છે. રેખા સાથે તથાકથિત પ્રણય પ્રકરણને બાદ કરીએ તો મોટા ભાગે અમિતાભ એકપત્નીવ્રતા જેવી છબિ ઉપસાવી શક્યા છે. હંમેશાં પરિવાર સાથે જ હોય છે. પોતે બાબુજી (પિતા) હરિવંશરાય અને માતા તેજી સાથે જ રહ્યા. છેક સુધી તેમની સેવા કરી. દીકરા અભિષેક સાથે પણ મિત્રતા જેવા સંબંધો છે. સાધુનો ભૂતકાળ ન જોવાય તેમ ઐશ્વર્યા રાયનો ભૂતકાળ ન જોઈએ તો ઐશ્વર્યા બચ્ચન એક આદર્શ વહુની ભૂમિકામાં હાલ તો ફિટ દેખાય છે.

(૨) શિસ્તપ્રેમી છે. સંસ્કારી વ્યક્તિ તરીકેની છબિ છે. હંમેશાં શુદ્ધ હિન્દી બોલે છે. ‘બિગ બોસ’માં પણ તેમણે શુદ્ધ હિન્દીનો જ આગ્રહ રાખેલો. ભાજપ જેને યુસૂફખાન તરીકે ઓળખવાનું પસંદ કરશે તે દિલીપકુમાર, શાહરુખ ખાન, જાવેદ અખ્તર વગેરેની જેમ ઉર્દૂના ડોઝવાળું હિન્દી બોલતા નથી. શાહરુખ કરતાં વિરુદ્ધ, શિષ્ટાચારવાળી વ્યક્તિ છે. સુપરસ્ટાર તરીકેનું અભિમાન છલકાતું નથી.

(૩) પરિવાર સાથે અવારનવાર મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. આમ, ‘ધાર્મિક’ માણસ પણ છે.

(૪) ફિલ્મોદ્યોગમાં શાહરુખ, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન…વગેરે ખાનોને આટલી મોટી ઉંમરે પણ સબળ હરીફાઈ પૂરી પાડે છે.

આમ, ભાજપ અને અમિતાભ હાથ મેળવે તો ફાયદો પરસ્પર બંનેને છે.

(To read it in English, please click : http://jaywant-pandya.blogspot.com/ or

http://jaywantpandya.instablogs.com/entry/amitabh-and-narendra-modi-rishtey-main-to-hum-sab-ke/ or

http://blogs.bigadda.com/jaywantpandya/2010/01/14/amitabh-and-narendra-modi-rishtey-main-to-hum-sab-ke/)

18 responses to “અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી : રિશ્તે મેં તો…”

  1. Bhupendrasinh Raol Avatar

    શ્રીમાન,
    મોદી ની જેમ બચ્ચન સાબ કડવી વાણી ક્યારેય નહિ બોલી શકે.રેખાની જેમ મોદી ના આનંદીબેન સાથેના સંબધોની ચર્ચા પણ વાચેલી છે.બચ્ચન સાબ ખાલી એન્ગ્રી યંગ મેન નો અભિનય જ કરતા હતા,પણ નખશીખ સજ્જન,સોબર અને વિવેકી માણસ છે.મોદી ભાષા માં વિવેક ચાતરી જાય છે.મોદી રોજ બે કલાક મૌન પાળે છે,એવું સાભળ્યું છે,પછી બે કલાક પાળેલા મૌન ની ભેગી થયેલી એનર્જી કડવી વાણી રૂપે બહાર કાઢે છે.મોદી ને મળેલી બધી ગીફટો સરકારી તિજોરીમાં જમા થાય છે,ઘેર લઇ જતા નથી.સર્વગુણ સંપન્ન કોઈ હોતું નથી,મોદીની જરૂર ગુજરાત ને ખુબજ છે.

    1. Sohel Avatar
      Sohel

      ભુપેન્દ્ર ભાઈ, આનંદીબેન અને મોદી ના સેટિંગ ની વાત બહુજ સોલીડ લાગી, જો એવું થઇ જાય તો સૈફ અને કરીના જેવા સ્ટાર કપલ્સ ની તો દુકાન બંધ થઇ જશે.
      મોદી સાહેબ અને મૌનવ્રત? કદાચ કડવા કરેલા ખાવા માં ૨ કલાક વિતાવતા હશે, જે એમને એક ખાસ ધર્મ ના લોકો, અંગ્રેજી પત્રકારો અને સેક્યુલર પક્ષોની વિરુદ્ધ કડવી વાણી બોલવાની શક્તિ પુરા પડતા હશે.
      વાણી વિલાસ તો મોદી નું મિડલ નેમ છે.

    2. Bhupendrasinh Raol Avatar

      બચ્ચન સાહેબ તો એક્ટર છેજ. મોદી પણ ડ્રામેબાજ છે.પતંગ ઉત્સવ ને રણ ઉત્સવ ને કાંકરિયા કાર્નિવલ આવું બધું કરી પ્રજાના પૈસા વેડફે છે.મુંબઈ માં ભાજપનું અધિવેશન હતું ત્યારે મોદી સીએમ ના હતા.આનંદીબેન ના પતિદેવ મફતભાઈ બહાર ગેટ પર ઉભા ઉભા પત્રિકાઓ વહેચતા હતા.કે મારી પત્નીને મોદીના સકંજામાંથી છોડાવો.મફતભાઈ જીલ્લા પંચાયત ના ચૂંટાયેલા ભાજપના સભ્ય હતા.એમને મોદી અને કેશુભાઈ એ બાજુ પર ધકેલી દીધા ને આનંદીબેન ને આગળ લાવી દીધા.”સંદેશ”માં અ બધી સ્ટોરી છપાઈ ચુકી છે.આ નેતાઓ કોઈ સ્ત્રીને આગળ લાવે એમાં સ્ત્રી ઓ ના વિકાસ કે પ્રગતિ કે સ્ત્રી સ્વાત્યંત્ર ની ભાવના ખાસ હોતી નથી.મીટીંગો પત્યા પછી થાક ઉતારવાનું એક રમકડું વધારે હોય છે.

    3. Bhupendrasinh Raol Avatar

      સાવજ સડેલા સફરજનોના ટોપલા માંથી શોધી શોધીને એકાદ ઓછું સડેલું સફરજન મળી જાય તો સારું.એ ન્યાયે મોદી સારા છે gujarat mate.

  2. Prakash Khanchandani Avatar

    મને નથી લાગતું કે શુદ્ધ હિન્દી બોલવું કે ઉર્દૂના ડોઝવાળું હિન્દી બોલવું એ કોઈ પણ પક્ષના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટેની લાયકાત તરીકે ગણીશકાય.

  3. Jagat Avashia Avatar

    vah sundar sarkhamni kari chhe…

    –Jagat
    (http://vicharjagat88.wordpress.com)

  4. pravin Avatar
    pravin

    ha ha ha, great comparison.

  5. YOGESH CHUDGAR Avatar
    YOGESH CHUDGAR

    Amitabh Bachchan is a proffessional Actor, whatever he is doing is for money. His visit to Gandhinagar, and Narendra Modi, was to promot his film “PAA”, and he got the reward by meance of Tax-Free.

    Narendrabhai, is a genuine CM.(Common Man), whatever he is doing for 6 crore Gujaratis, or for Nation. Even after his 3000 days’ Chief Ministership, no one has commented otherwise. Even Congress has to appreciate his work.

    Narendrabhai, every Gujarati is proud of you.

    1. Kartik Mistry Avatar

      આપણે ૬ કરોડ થયા. અભિનંદન. દુર્ભાગ્યે મોદી સાહેબે એમાં પોતાનો ફાળો ન આપ્યો 😦

      1. yogesh90 Avatar

        સારું થયું ને નહીતર મોદી તો જે કામ કરે તેમાં first જ હોય છે……

  6. dhavalrajgeera Avatar

    I am away from Amadavad and action of actor or C.M.
    I Recall him as a poet’s son and comming out from pune Film Institute and Narendrabhai in RSS.One of The sangh’s Ahakha in Amadavad.
    Keep writing and Educating about Gujarat and India to me, home away from home via Internet and your blog!

    Dr.Rajendra Trivedi,M.D.
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  7. Dilip Gajjar Avatar

    KHub maja aavi hasvu na rokayu gajabnu saamya chhe bhai bevni vachche

  8. ramesh Avatar
    ramesh

    bachchan is good man
    modi is very good man

    for our india

  9. pravinbhai shah Avatar

    aavbhai harakha aapane bane sarakha,jaihind.

  10. siddharth thakar Avatar
    siddharth thakar

    modi is great but amitabh is greatest

  11. Mehul Avatar
    Mehul

    Modi is the great leader.i know only that all positivity & negativity of modi is show him the best leader of India. Only one person modi change the Gujarat. He is one man Army…

  12. VAISHVIK Avatar
    VAISHVIK

    leader kone kahevay te modi mathi shikho. itihas sakshi che jemani pase leadership hati, nepolian, sikandar .. tikao karavi saheli che……NARENDRA MODI NARBANKO.

    PJ VYAS

  13. Sanju Gauswami Avatar

    narendra modi and amitabh same……….

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.