ગુજરાતની ચૂંટણીમાં ભાજપને હરાવવા કૉંગ્રેસે કેમ્બ્રિજ એનાલિટિકાની મદદ લીધી?

Published by

on

(અભિયાન સાપ્તાહિક, તા.૭ એપ્રિલ ૨૦૧૮ના લેખનું બૉક્સ)
કેમ્બ્રિજ એનાલિટિકાનું કૌભાંડ બહાર આવ્યાના (ભારતીય સમય મુજબ) એક દિવસ પછી ૨૧ માર્ચે કેન્દ્રીય માહિતી ટૅક્નૉલૉજી પ્રધાન રવિશંકર પ્રસાદે ધડાકો કર્યો કે કૉંગ્રેસે ભાજપને હરાવવા કેમ્બ્રિજ એનાલિટિકાને ભાડે રાખી છે. ઑક્ટોબર અને નવેમ્બર ૨૦૧૭ના અખબારી અહેવાલોને ટાંકીને પ્રસાદે આક્ષેપ કર્યો કે ગુજરાતની ચૂંટણીમાં પણ કેમ્બ્રિજ એનાલિટિકાની મદદ લેવામાં આવી હતી. આના જવાબમાં કૉંગ્રેસે કહ્યું કે પ્રસાદ હિટલરના સાથી ગૉબેલ્સ જેવો જૂઠો પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં ૨૦૧૦માં ભાજપ અને જનતા દળ (યુ)એ બિહારની ચૂંટણી જીતવા આ કંપનીની મદદ લીધી હતી. તેના જવાબમાં ભાજપે કહ્યું કે તે વખતે કેમ્બ્રિજ એનાલિટિકાની સ્થાપના જ નહોતી થઈ.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.